ચિત્રલેખા ગ્રુપનાં પ્રકાશનોનો પ્રારંભ ૧૯૫૦ના દાયકામાં વજુ કોટકે કર્યો હતો જે એમના સમયના પત્રકારિત્વમાં દંતકથાસમાન હતા.ગ્રુપના મુખ્ય સામયિક ચિત્રલેખા ગુજરાતીનો પ્રથમ અંક પ્રસિદ્ધ થયો હતો ૧૯૫૦માં. ત્યારથી ચિત્રલેખા સાપ્તાહિક ભારતમાં સૌથી સમૃદ્ધ અને વ્યાપાર સૂઝ ધરાવતા ગુજરાતી સમાજમાં માનીતું થઈ ગયું.સફળતાના ૬૦થી વધારે વર્ષોની સફર પર અગ્રસર ચિત્રલેખા સામયિક ગુજરાતી સમાજને સમાચારો, મહત્ત્વના પ્રસંગો, સંસ્કૃતિ, વાર્તાઓ તેમજ બીજી ઘણી બધી વાંચનસામગ્રીથી વાકેફ રાખે છે… સપ્તાહના દર શુક્રવારે સ્ટેન્ડ પર અચૂક હાજર થઈને. આમ, અનેક દાયકાઓથી ચિત્રલેખા ગુજરાતી સાપ્તાહિક મુંબઈ તથા ગુજરાતમાં સૌથી બહોળું વેચાણ ધરાવતું માતબર સામયિક છે – પ્રકારમાં તેમજ ભાષાની દ્રષ્ટિએ! જે દર અઠવાડિયે ૨,૪૦,૦૦૦થી વધારે ઘરોમાં વંચાય છે. આપને અનુકૂળ હોય એવા પ્રકારના મેગેઝિનનું લવાજમ ભરવા માટે ક્લિક:
iPad, Android & other Devices