Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં બે તરફી વધઘટે નરમાઈ આગળ વધી છે. સીરિયા, રશિયા, અમેરિકા અને ચીન વચ્ચે જીઓપોલિટિકલ ટેન્શન છવાયેલું છે, જેથી દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ચાલુ રહી હતી. પરિણામે સવારે આવેલી લેવાલી ખવાઈ ગઈ હતી. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ માઈનસ ખુલ્યા હતા, જેથી ટ્રેડિંગ સેશનના મઘ્યભાગ પછી ભારે વેચવાલીથી બજાર ઘટ્યું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 94.56(0.32 ટકા) ઘટી 29,319.10 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 34.15(0.37 ટકા) ઘટી 9105.15 બંધ થયો હતો.

સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ અને ત્રણ દિવસના ઘટાડા પછી ભારતીય શેરોના ભાવ ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. શરૂમાં બેંક શેરોની આગેવાની હેઠળ જોરદાર લેવાલીથી શરૂનો ઉછાળો આગળ વધ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં નિફટી વધીને 9200ની સપાટી કૂદાવી ગઈ હતી. પણ આ ઉછાળો ઝાઝુ ટક્યો ન હતો. જીઓ પોલિટિકલ ટેન્શન ને પગલે શેરોની જાતે-જાતમાં ઉછાળે ભારે વેચવાલી ફરી વળી હતી. અને શેરોના ભાવ પાછા પડ્યા હતા. એફઆઈઆઈની વેચવાલી આવી હોવાના સમાચાર હતા. જેથી જ ઈન્ટ્રા-ડેનો ઉછાળો ટકયો ન હતો. અને નરમાઈનો દોર આગળ વધ્યો હતો.

– લંડનમાં વિજય માલ્યાની ધરપકડ કરવામાં આવી છે
– સીબીઆઈ ટીમ લંડન જશે, અને માલ્યાને ભારત લાવશે
– ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષ દેશમાં વરસાદ સારો પડશે
– હવામાન વિભાગે દેશમાં સામાન્યથી 96 ટકા વરસાદ થવાની આગાહી કરી છે
– આજે બેંક સ્ટોકમાં નવી લેવાલીથી મજબૂતી જળવાઈ રહી હતી, સવારે બેંક શેરોમાં તેજીની આગેકૂચ હતી પણ પાછળથી વેચવાલી નિકળતાં બેંક શેરોના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા.
– તમામ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
– રોકડાના શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 90.94 ઘટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 110.05 ઘટ્યો હતો


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS