Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

અમદાવાદ– શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. એશિયાઈ, યુરોપ અને અમેરિકન સ્ટોક માર્કેટના નેગેટિવ ન્યૂઝ છતાં ભારતીય શેરોમાં નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો હતો. ખાસ કરીને ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલી હતી, જેથી સેન્સેક્સ અને નિફટી સતત વધ્યા હતા. બીજી તરફ ટ્રમ્પના નિરાશાજનક નિવેદનને પગલે ફાર્મા શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી, તેમ છતાં બીએસઈ સેન્સેક્સ 106.75((0.39 ટકા) વધી 27,247.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 26.55(0.32 ટકા) વધી 8407.20 બંધ થયો હતો.

અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે દવાઓના ભાવ કાબુમાં રાખવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓને સંકેત આપ્યો હતો. અને યુએસની બહાર પ્લાન્ટ લગાવવા પર ભારે બોર્ડર ટેક્સની ચેતવણી આપી છે. અને આમા કોઈ ગરબડી થશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. આથી આજે ટ્રેડિંગ સેશનની શરૂઆતથી જ ફાર્મા સેકટરના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી, અને અમેરિકામાં ધંધો કરતી ફાર્મા કંપની અને અમેરિકાની કંપની જે ભારતમાં યુનિટ ધરાવે છે તે કંપનીના શેરોના ભાવ ઝડપથી ઘટ્યા હતા. પરિણામે આજે બીએસઈ હેલ્થકેર સેકટરનો ઈન્ડેક્સ 110 પોઈન્ટ ઘટીને આવ્યો હતો.

આજે આઈઆઈપીનો ડેટા અને રીટેઈલ ફુગાવાનો દર જાહેર થનાર હોવા છતાં ભારતીય શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસ હતા. બપોરે યુરોપના સ્ટોક માર્કેટ માઈનસ હતા, ડાઉ જોન્સ ફયુચર 40 પોઈન્ટ માઈનસ અને નેસ્ડેક ફયુચર 14 પોઈન્ટ માઈનસ હતા, તેમ છતાં ભારતીય શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS