Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લુણાવાડા (મહીસાગર જિલ્લો) – ક્રિકેટરો પઠાણ બંધુઓ – યુસુફ અને ઈરફાને અહીં એમની ક્રિકેટ એકેડેમી ઓફ પઠાન (CAP)નો આજે આરંભ કર્યો છે. ગુજરાતમાં આ એમની બીજી અને કુલ ચોથી ક્રિકેટ એકેડેમી છે. બંને ભાઈ દેશમાં ગુણવત્તાસભર કોચિંગ અને ક્રિકેટના વિકાસમાં એમનું પ્રદાન કરવા માગે છે.

પઠાણ ભાઈઓ આવતા બે મહિનામાં ભારતમાં પાંચ વધુ શહેરોમાં CAP શરૂ કરવા માગે છે. આ ઉપરાંત તેઓ આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં આશરે 20 ક્રિકેટ એકેડેમીઓ શરૂ કરવા ધારે છે.

CAPના કરિક્યૂલમમાં બે મોડ્યૂલ હોય છે. એક, કોચીસને ટ્રેઈનિંગ આપવાનું અને બાળકોને ટ્રેઈનિંગ આપવાનું. CAPનો ઉદ્દેશ્ય આશાસ્પદ કોચીસને કુશળ કોચ બનાવવાનો છે જેઓ બાદમાં બાળકોને કોચિંગ પૂરું પાડે.

ઈરફાન પઠાણ CAPનો ડાયરેક્ટર છે. એણે કહ્યું કે, ભારતમાં ક્રિકેટની ટેલેન્ટનો કોઈ અભાવ નથી. જરૂર માત્ર યોગ્ય તાલીમ અને સાચી દિશામાં માર્ગદર્શન આપવાની છે.

CAPમાં જોડાનાર બાળકોને કોચિંગ ઉપરાંત એમના પોષણયુક્ત આહાર તેમજ શારીરિક વિકાસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

પઠાણ બંધુઓએ વડોદરા, રાયપુર (છત્તીસગઢ), પોર્ટ બ્લેર (આંદામાન-નિકોબાર) માં પણ એમની ક્રિકેટ એકેડેમી શરૂ કરી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS