Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- દેશભરમાં 1લી મેથી રિયલ એસ્ટેટ એક્ટ લાગુ થવા થઈ રહ્યો છે. ત્રણ મહિનાની અંદર ડેવલપર્સ અને પ્રોપર્ટી ડીલર્સેએ રીયલ એસ્ટેટ રેગ્યુલેટર્સ પાસે રજિસ્ટ્રેશન કરાવી લેવું પડશે. જો આ રજિસ્ટ્રેશન નહીં કરવામાં આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાઉસિંગપ્રધાન વૈંકેયા નાયડુએ એક કાર્યક્રમ દરમિયાન આ જાણકારી આપી હતી.

નાયડુએ કહ્યું હતું કે, 15 રાજ્યો જેમાં યુનિયન ટેરેટરી પણ શામિલ છે, આ તમામે રીયલ એસ્ટેટ એક્ટના નિયમો નોટિફાઈ કરી દીધા છે. જ્યારે 16 રાજ્યોએ નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. 30 એપ્રિલ સુધીમાં તમામ રાજ્યો રેગ્યુલેટરી ઓથોરિટીનું ગઠન કરી લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

રિયલ એસ્ટેટ રેગ્યૂલેશન એક્ટના બાકી રહેલા 32 સેક્શન પણ નોટિફાઈ કરી દીધાં છે. જેમને કંપ્લિશન સર્ટિફિકેટ ન મળ્યું હોય તેમને જ ઓનગોઈંગ પ્રોજેક્ટના રૂપમાં માનવામાં આવશે. આ ઉપરાંત 1લી મેથી એક્ટનું પાલન નહીં કરવા પર પેનલ્ટી લાગવાનું શરૂ થઈ જશે.

નાયડુએ દાવો કર્યો હતો કે, સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લાં 10 વર્ષમાં જેટલું કામ નથી થયું તેનાથી વધુ છેલ્લા 3 વર્ષમાં કામ થયું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 3 વર્ષમાં 208 શહેરોમાં 17 લાખ 73 હજાર 533 અફોર્ડેબલ હાઉસને મંજૂર કરવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે, નેશનલ અર્બન રેન્ટલ પોલિસીનો ડ્રાફ્ટ પણ ફાઈનલ કરી લેવામાં આવ્યો છે. જે ટૂંક સમયમાં જ કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. પોલિસીમાં માસ રેન્ટલ યોજનાનું પણ પ્રપોઝલ છે, જેમાં એવા ડેવલોપર્સને ઈન્સેન્ટિવ આપવાની પણ વાત કહેવામાં આવી છે કે, જે ભાડાના ઉદ્દેશથી બિલ્ડિંગ બનાવશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS