Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હીઃ જો તમે રીટાયરમેન્ટ બાદ ભારતમાં રહેવા માગતા હોવ તો એકવાર વિચારી લેજો. કારણ કે ગ્લોબલ રીટાયરમેન્ટ ઈન્ડેક્સ-જીઆરઆઈ તો બને ત્યાં સુધી તમને આમ ન કરવાની સલાહ આપે છે. ઈન્ડેક્સ અનુસાર, ભારત રીટાયરમેન્ટ બાદ રહેવા માટેનો દુનિયાનો સૌથી ખરાબ દેશ છે. 43 દેશોના ઈન્ડેક્સમાં ભારતનો નંબર 43માં નંબરે આવે છે.

ફ્રેંચ એસેટ મેનેજમેન્ટ કંપની નૈટિક્સસ ગ્લોબલ દ્વારા જીઆરઆઈ 2017 જાહેર કરવામાં આવ્યો છે. જીઆરઆઈ 2017 અનુસાર ભારત બ્રિક્સ દેશોમાં પણ રીટાયરમેન્ટ માટે સૌથી ખરાબ દેશ છે. ગત વર્ષે પણ ભારતનું રેંકિંગ આ પ્રમાણે જ રહ્યું હતુ. ભારતને આ રેંકિંગ તેના 4 ફેક્ટર્સના કારણે મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત્તિ બાદ મટીરિયલ વેલબિંઈંગ, સારી હેલ્થ સર્વિસ, ફાયનાન્સ, અને ક્વાલિટી ઓફ લાઈફ આ ચારેય ફેક્ટરમાં ભારત ખૂબ જ પાછળ છે.

સ્વિટઝર્લેન્ડ, નોર્વે અને આઈસલેન્ડ સૌથી આગળ

ગ્લોબલ રીટાયરમેન્ટ ઈન્ડેક્સમાં સૌથી ટોચ પર સ્વીટ્ઝર્લેન્ડ, નોર્વે અને આઈસલેન્ડ આવે છે. એટલે કે નિવૃત્તિ બાદ આ દેશો રહેવા માટે સૌથી શ્રેષ્ઠ છે. આમાં ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ, એડવાન્સ ઈકોનોમિક્સ, ઓઆઈસીડીના મેંબર્સ અને બ્રિક દેશો શામેલ છે.

બ્રિક્સ દેશોમાં પણ ભારત અંતિમ સ્થાને

જીઆરઆઈ 2017માં ભારત ગતવર્ષે પણ 43માં નંબર પર હતું અને ચારેય સબ ઈન્ડેક્સ પર પણ તેનુ સ્થાન અંતિમ 5માં હતુ. જીએસઆઈ પર વિકસિત દેશો સાથે ભારતની તુલના કરવી આમ તો યોગ્ય ન કહેવાય પરંતુ બ્રિક્સ દેશોમાં ભારતનું રેંકિંગ સૌથી નીચે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS