Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કરાચી- હઝરત નિઝામુદ્દીન દરગાહના મુખ્ય ખાદિમ અને ભારતીય મૌલવી પાકિસ્તાનથી લાપતા થયાની ઘટના સામે આવી છે. આ મામલો સામે આવ્યા બાદ ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે પાકિસ્તાન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવી બંને ભારતીય નાગરિક મુદ્દે અપડેટ આપવા વિનંતી કરી છે.

શું છે ઘટનાક્રમ?

ઘટનાની મળતી માહિતી મુજબ નિઝામુદ્દીન દરગાહના મુખ્ય ખાદિમ આસિફ નિઝામી અને નઝીમ નિઝામી લાહોરની દાતા દરબાર દરગાહ પર ગયા હતા. જ્યાંથી તેઓ કરાચી એરપોર્ટ પરથી ભારત પરત ફરવા ફ્લાઈટમાં બેસવાના હતા. તેમના પરિવારના જણાવ્યા મુજબ આસિફ નિઝામીને લાહોર એરપોર્ટ પર ટ્રાવેલ ડોક્યુમેન્ટ પૂરતાં નહીં હોવાનું કારણ દર્શાવી રોકવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો, ખાદિમ લાહોર એરપોર્ટથી જ્યારે અન્ય મૌલવી કરાચી એરપોર્ટથી લાપતા થયાં છે.

આ અંગે ભારત સરકારે ઈસ્લામાબાદમાં ભારતીય રાજદૂતને આ મુદ્દો પાકિસ્તાન સરકાર સમક્ષ ઉઠાવવા જણાવ્યું છે. મહત્વનું છે કે, બંને મૌલવીઓ તેમના પરિજનોને મળવા પાકિસ્તાન ગયા હતા. ત્યારબાદ તેઓ લાહોરમાં આવેલી દાતા દરબારની દરગાહે ગયા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી દાતા દરબાર અને નિઝામુદ્દીન દરગાહના ખાદિમ એકબીજાને ત્યાં આવતાંજતાં રહે છે.

મૌલવીઓના પરિજનોએ શું કહ્યું?

આસિફ નિઝામીના પુત્ર આમિર નિઝામીએ કહ્યું કે, અમારો પરિવાર લાપતા થયેલા બન્ને મૌલવીઓનો સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ હજી સુધી તેમનો કોઈ પ્રકારે સંપર્ક થઈ શક્યો નથી. જેથી ‘હું ભારત સરકારને અપીલ કરું છું કે તે મારા પિતાની ભાળ મેળવવામાં મદદ કરે’.

સૂત્રોનું માનીએ તો ભારતના બંને મૌલવીના લાપતા થવા પાછળ આતંકી સંગઠન ISISનો હાથ હોઈ શકે છે. જોકે પાકિસ્તાન સરકારે આવી વાતોનું ખંડન કર્યું છે અને મૌલવીના લાપતા થવા પાછળ ISISનો હાથ હોવાની વાતને અફવા ગણાવી છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS