Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

શ્રીનગર- ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલા બાદ કશ્મીર ઘાટીમાં કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવા સોમવારે પણ સેનાના જવાનો ખડે પગે રહ્યા છે. અને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓ આગામી 48 કલાકમાં સેનાના જવાનો અને પેટ્રોલીંગ કાફલા પર ફિદાયીન હુમલો કરી શકે છે. કશ્મીરના IGPએ ગુપ્ત સુત્રો દ્વારા મળેલી માહિતીના આધારે એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ શ્રીનગરના ડાઉન ટાઉન વિસ્તારમાં આતંકીઓ દ્વારા અવરજવર કરતી જોવામાં આવી છે. આ વિસ્તારમાં આતંકીઓ ગ્રેનેડ દ્વારા હુમલો કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, રવિવારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની જીત બાદ કશ્મીરમાં CRPF કેમ્પ પર સળગતા ફટાકડા ફેંકવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલગતાવાદી નેતાઓએ પાકિસ્તાનની જીત પર ખુશી પણ વ્યક્ત કરી હતી. અલગતાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુકે ટ્વીટ કરીને પાકિસ્તાનને જીત પર શુભેચ્છા પાઠવી હતી. મીરવાઈઝે જણાવ્યું કે, આજે ઈદ પહેલા ઈદનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે, ગત કેટલાક દિવસોથી કશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તો સામે પક્ષે સેનાએ પણ અનેક આતંકીઓ અને તેના વડાને ઠાર મારવામાં સફળતા મેળવી છે. જેમાં હિજબુલના આતંકી સબ્ઝાર બટ્ટ અને લશ્કરના આતંકી જુનૈદ બટ્ટનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ આતંકીઓએ ગત 13 જુને સેનાના કેમ્પ ઉપર 6 જેટલા હુમલા કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS