Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર- ભારત જાપાનના સંબંધો હિંદ અને પ્રશાંત મહાસાગરના ક્ષેત્ર માટે વૈશ્વિક મહત્ત્વ ધરાવે છે. ભારત-જાપાનના પીએમ દ્વારા બહાર પડાયેલ આ સંયુક્ત  નિવેદન આ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવવાના કારસા કરતાં રહેતાં ચીન માટે લાલબત્તી સમાન છે. ગુજરાતના મહાત્મા મંદિરમાં યોજાયેલ બિઝનેસ સમિટના સંયુક્ત નિવેદનમાં આ મુદ્દા પણ છે.

આ કાર્યક્રમમાં શિન્ઝો એબે અને નરેન્‍દ્ર મોદીએ મહાત્‍મા મંદિર ખાતે કેટલીક સમજૂતીઓ પર હસ્‍તાક્ષર કરી આ ઘટનાને સંયુકતપણે ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવનારી ગણાવી હતી.

પીએમ મોદીએ તેમના ભાષણમાં જણાવ્યું કે મુંબઇ-અમદાવાદ હાઇસ્‍પીડ ટ્રેન પ્રોજેકટ ભારત-જાપાનના વૈશ્વિક સંબંધમાં ‘‘બડા કદમ’’ છે. આ પ્રોજેકટ ભવિષ્‍યમાં  ‘‘નવી રેલવે ફિલોસોફી’’ નયા ભારતના નિર્માણની ‘‘જીવનરેખા’’ બની રહેશે.

ભારત-જાપાનના સંબંધોની ખાસિયત જણાવતાં ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્‍ચેના પરસ્‍પર વિશ્વાસ-ભરોસો ઉપરાંત આપસના હિતો-ચિંતાની પૂરી સમજ ધરાવે છે અને બંને દેશોના ઉચ્‍ચસ્‍તરીય સંપર્ક બંને દેશોના સંબંધોની ખાસિયત છે. આ વૈશ્વિક સહભાગીતા દ્વિપક્ષીય ક્ષેત્રીય સ્‍તર ઉપર જ નહીં, વૈશ્વિક સ્‍તર પર પણ બંને દેશો વચ્‍ચેના સંબંધો ઘનિષ્‍ઠ રહ્યા છે. સ્‍વચ્‍છ ઊર્જા અને કલાયમેટ ચેન્‍જ ક્ષેત્રે બંને દેશોનો સહયોગ નવો અધ્‍યાય શરૂ કરશે.

જાપાન ભારતમાં મૂડીરોકાણ કરનારો સૌથી મોટો ત્રીજો દેશ બની રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે, ભારતના આર્થિક વિકાસ અને સ્‍વર્ણિમ આવતીકાલ પ્રતિ જાપાનને કેટલો વિશ્વાસ છે.  અમે જાપાની નાગરિકો માટે વિઝા ઓન એરાઇવલની સુવિધા પહેલેથી જ અમલમાં મુકી છે. અને હવે બંને દેશના પોસ્‍ટ વિભાગના સહયોગથી  ‘‘કૂલ બોકસ સર્વિસ’’ પણ શરૂ થશે,જેના દ્વારા ભારતમાં વસતાં જાપાનીઝ સીધા જાપાનથી પોતાનું પસંદગીનું ભોજન મગાવી શકશે. બિઝનેસ સમુદાયને અનુરોધ કરાયો કે, ભારતમાં વધુ જાપાની રેસ્‍ટોરન્‍ટ શરૂ કરાશે. તેમણે ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, સ્‍કીલ ઇન્‍ડિયા, ટેકસ રીફોર્મ્‍સ અને મેઇક ઇન ઇન્‍ડિયાનો ઉલ્‍લેખ કરાયો હતો.

જાપાન પીએમ શિન્ઝો એબેએ મહાત્‍મા ગાંધીજીના સત્‍ય અને અહિંસાના જીવનદર્શન પ્રદર્શની નિહાળ્યાં બાદ જણાવ્‍યું હતું કે, ભારતે બૌદ્ધ ધર્મ અને યોગ સંસ્‍કૃતિ દ્વારા વિશ્વને માનવ મૂલ્‍યોની અમૂલ્‍ય સંપદા પ્રદાન કરી છે.

તેમણે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ભારત-જાપાનના મજબૂત સંબંધોના મહત્‍વને ઉજાગર કરતાં જણાવ્‍યું કે, બંને દેશ વચ્‍ચેનો મજબૂત સંબંધ સેતુ ઇન્‍ડિયા-પેસિફિક વિસ્‍તારમાં જ નહીં, પુરા વિશ્વમાં મહત્‍વરૂપ સાબિત થશે. તેમણે ઉત્તર કોરિયાના પ્રશ્ને બંને દેશોના સ્‍પષ્‍ટ અભિપ્રાયની નોંધ લઇ જણાવ્‍યું હતું કે, આપણે તેમને નીતિ બદલવા મજબૂર કરીશું. ભારત અને જાપાન ઇન્‍ડિયા-પેસિફિક મહાસાગર વિસ્‍તારમાં શાંતિ માટે મજબૂત પ્રયાસો કરાશે. તેમણે એશિયા-પેસિફિક અને આફ્રિકન ક્ષેત્રની કનેક્ટિવિટી ઉપર પણ ભાર મુકયો હતો. એબેએ ‘‘નોર્થ ઇસ્‍ટર્ન સ્‍ટેટ’’ના વિકાસ માટે યોગદાન અપાશે એમ પણ જણાવ્‍યું હતું.એબેએ હિન્‍દ-પ્રશાંત મહાસાગર વિસ્‍તારની શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત-જાપાનના મજબૂત સંબંધો મહત્‍વપૂર્ણ ગણાવ્‍યા હતા.

એબેએ ભારત અને જાપાનની સંરક્ષણ ક્ષેત્રે મલાબાર એકસરસાઇઝને પરસ્‍પરના વિશ્વાસનું પ્રતીક ગણાવી હતી. હાઇ-સ્પીડ ટ્રેનના નિર્માણ પરસ્‍પરની સહભાગિતા ક્ષેત્રે મોટું કદમ ગણાવતાં જણાવ્‍યું હતું કે, જાપાન-ભારત જે નિર્ણય લે તે સાકાર કરીને જ રહે છે. હાઇસ્‍પીડ ટ્રેન પ્રોજેકટ માટે જાપાન-ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેન્‍યુફેકચરિંગ શરુ કરવા મેન્‍યુફેકચરિંગ સ્‍કીલ ટ્રાન્‍સફર પ્રમોશન પ્રોગ્રામ અને જાપાનીઝ એન્‍ડોવ્‍ડ કોર્સીસની માહિતી આપતાં માનવ સંસાધન વિકાસ ઉપરાંત જાપાન ઇન્‍ડિયા પ્રમોશન રોડ મેપનો પણ ચિતાર આપ્‍યો હતો.

વર્ષ ર૦ર૦માં યોજાનાર ટોકિયો ઓલિમ્‍પિક માટે પર્યટનને મહત્‍વનું ગણાવી ભારતને જોડવા અનુરોધ કર્યો હતો. ભારતીયો જાપાનીઝ ભાષા શીખે તે માટેના પ્રયાસો ઉપર ભાર મુકી ૧૦૦થી વધુ શિક્ષણ કેન્‍દ્રો શરૂ કરવા અને ૧૦૦૦ શિક્ષકો તૈયાર કરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS