Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગાંધીનગર– રુપિયા 250 કરોડનો ખર્ચ ધરવાતી ગાંધીનગર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ યોજનાના ભૂમિપૂજન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનનો માતૃભાષા ગુજરાતીમાં પ્રારંભ કરતાં લાક્ષણિક અંદાજ પ્રગટ કર્યો હતો. તેમણે સંબોધનના પ્રારંભે ગુજરાતીમાં કેમ છો…મઝામાં, કહેતાં જ ઉપસ્થિત નાગરિકોએ ઉમળકાભેર વધાવી લીધાં હતાં. પીએમે આગળ કહ્યું કે  હું પણ મઝામાં… દેશ પણ મઝામાં…

ગાંધીનગર રેલવે સ્ટેશન નવીનીકરણ સંદર્ભે બોલતાં પીએમએ જણાવ્યું કે તેમની સરકાર માટે રેલવે રીફોર્મ પહેલાંથી જ કેન્દ્રમાં છે.આ સરકાર દ્વારા રેલવેને પ્રાથમિકતા આપી બજેટ બમણું કરાયું છે. તો મોકો જોઇ ચોક્કો લગાવતાં ભૂતકાળની કોંગ્રેસ સરકારને ચાબખો મારતાં કહ્યું કે પાછલી સરકારોએ રેલવેનો બીજાને ખુશ કરવા અપાતી રેવડી તરીકે ઉપયોગ માત્ર જ કર્યો હતો પરંતુ તેના રીફોર્મ માટે કોઈ દરકાર લીધી નથી. હાલની સરકારે સફાઈની સાથે સુવિધામાં વધારો કર્યો છે કારણ કે રેલવે સામાન્ય માણસ રેલવેથી જોડાયેલો છે.સરકારની પ્રાથમિકતાહવે  રેલવેમાં ગતિ વધારવાનું છે.કાર્ગોની દિશામાં હવે કામ કરાશે,ભારતીય રેલવેને પોર્ટ સાથે જોડાશે, જેથી ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થાય.

તેઓએ મહાત્મા મંદિરના પ્રગતિના ગ્રાફ વિશે જણાવ્યું કે મેં આ સ્થળના પ્રારંભ સમયે કહ્યું હતું કે ગુજરાત અને વિશ્વના બિઝનેસનું હબ બનશે અને તે બની ગયું છે. મહાત્માં મંદિરમાં વિશ્વના મહાનુભાવો વિશ્વની શાંતિ માટે ચર્ચા કરશે અને તેમાં થઈ રહી છે.

પીએમ મોદીએ  ગુજરાતમાં બસ સ્ટેશન ડેવલપમેન્ટનું કામ સફળ રહ્યું હોવાનું જણાવતાં રેલવેમાં સુરક્ષામાં વધારો થાય તે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. રેલવેની લોકોમોટિવ ફેકટરી બનાવવા માટે મોટાપાયે એફડીઆઈ મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું,

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS