Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- ભારત ને ચીન વચ્ચે ગત કેટલાક સમયથી ચાલી રહેલા સીમા વિવાદનું સમાધાન લાવવાના ઉદ્દેશ્યથી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આગામી 26 અને 27 જુલાઈના રોજ બિજીંગની મુલાકાતે જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો અહીં તેઓ બ્રિક્સ દેશોના NSAની યોજાનારી બેઠકમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ ચીની કાઉન્સિલર સાથે પણ મુલાકાત કરી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસની ખબર પ્રમાણે સિક્કીમ સરહદે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદનો ભારત રાજકીય રસ્તે અંત લાવવા પ્રયાસ કરશે. આપને જણાવી દઈ કે, હાલમાં જ જર્મનીના હેમ્બર્ગમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રેસિડેન્ડ શી જિનપિંગ વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ચીની સરકારના જણાવ્યા પ્રમાણે બન્ને નેતાઓ વચ્ચે કોઈ સત્તાવાર મુલાકાત યોજાઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે, ચીન સાથે સરહદ વિવાદને પગલે વિદેશપ્રધાન સુષમા સ્વરાજે અને ગૃહપ્રધાન રાજનાથ સિંહના નિવાસ સ્થાને સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં બન્ને નેતાઓએ વિપક્ષોને પણ સ્થિતિ અંગે માહિતગાર કર્યા હતા. આ સર્વપક્ષીય બેઠકનો ઉદ્દેશ્ય 17 જુલાઈથી શરુ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા વિપક્ષને વિશ્વાસમાં લેવાનો છે.

આપને જણાવી દઈએ કે, સિક્કીમના ડોકલામ વિસ્તારમાં ભારત એને ચીન વચ્ચે સરહદને લઈને ગત એક મહિના કરતા પણ વધુ સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેનું હજી સુધી કોઈ જ સમાધાન આવ્યું નથી. આ વિવાદ ત્યારે શરુ થયો જ્યારે ડોકલામ વિસ્તારમાં ચીની સેનાએ રસ્તાનું નિર્માણ કાર્ય શરુ કર્યું હતું, જેને ભારતીય સેનાએ અટકાવી હતી. આ વિસ્તારને ભૂટાન પણ પોતાનો પ્રદેશ હોવાનો દાવો કરી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS