Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- દેશના પ્રથમ મહિલા રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ હોદ્દો સંભાળતાની સાથે જ ‘એક્શન મોડ’માં આવી ગયા છે. તેઓ સતત નિર્ણયો લઈ રહ્યાં છે અને સેનાના અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી રહ્યાં છે. સરહદ ઉપર જઈને જવાનો સાથે મુલાકાત કરી તેમનું મનોબળ પણ વધારી રહ્યાં છે.

નિર્મલા સીતારમણે રક્ષાપ્રધાન બન્યા બાદ એવા ઘણા નિયમો બનાવવાની શરુઆત કરી છે જેનાથી દેશની ડિફેન્સ મિનિસ્ટ્રી ઉપર સકારાત્મક અસર જોવા મળશે. જોકે આમ કરવા પાછળનું કારણ એ છે કે, તેઓ નથી ઈચ્છતા કે તેમની નજરમાંથી કોઈ મહત્વનો મુદ્દો ચુકાઈ જાય.

સેનાના પ્રમુખો સાથે કરશે મુલાકાત

રક્ષાપ્રધાન બન્યા બાદ નિર્મલા સિતારમણે નિર્ણય કર્યો છે કે, રક્ષાપ્રધાન રોજ સવારે આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓ સાથે મુલાકાત કરશે. મંગળવારથી સેનાના ત્રણેય પાંખના વડાઓ સાથે સાથે મુલાકા કરીને તેમણે આ નિયમને અમલમાં મુકવાની પણ શરુઆત કરી દિધી છે. આ નિર્ણયને કારણે સેનાના વડાઓને કોઈ પણ મહત્વનો નિર્ણય લેવામાં ઘણી સરળતા રહેશે.

નિશ્ચિત સમયમાં નિર્ણય લેવો

કોઈપણ પડતર પ્રશ્ન અંગે નક્કી કરેલી સમય મર્યાદામાં તેનો ઉકેલ લાવવો એના ઉપર પણ રક્ષાપ્રધાનનું ખાસ ધ્યાન છે. નવા નિર્ણય મુજબ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દર 15 દિવસે એક વાર બેઠક કરશે. આપને જણાવી દઈએ કે, સેના માટે કોઈપણ પ્રકારની ખરીદીનો નિર્ણય ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ કરે છે.

આ ઉપરાંત રક્ષાપ્રધાને ભારત-પાક. સરહદ પાસે આવેલા ઉત્તરલાઈ વાયુ સેના સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું  સમ્માન કર્યું હતું. અહીં રક્ષાપ્રધાને મિગ-21 ફાઈટર જેટની કોકપિટમાં બેસીને પ્લેનની તાકાત અંગે માહિતી મેળવી હતી.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS