Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – મહાનગરમાં હાલ મેટ્રો-3 યોજના પર પૂરજોશમાં બાંધકામ ચાલી રહ્યું છે. પરંતુ એક રહેવાસીએ કરેલી ફરિયાદને ધ્યાનમાં લઈને મુંબઈ હાઈકોર્ટે મેટ્રોનું બાંધકામ કરનાર મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL)ને રાતના સમયે બાંધકામ ન કરવાનો આદેશ આપ્યો છે.

મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મંજુલા શેલુર અને ન્યાયમૂર્તિ એન.એમ. જામદારની બનેલી વિભાગીય બેન્ચે અરજદારને જણાવ્યું કે, અમે MMRCL કંપનીને આદેશ આપ્યો છે કે બે અઠવાડિયાના સમયગાળા માટે રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી મેટ્રો-3 પ્રોજેક્ટને લગતું કોઈ પણ બાંધકામ કે એન્સિલરી કાર્ય હાથ ધરવું નહીં.

MMRCLના એડવોકેટ કિરણ બાગલીયાએ કોર્ટને જણાવ્યું હતું કે અમે રાતના સમયે માત્ર કોંક્રીટ ફિલીંગનું કામ કરીએ છીએ.

તે છતાં અરજદાર જયસિંઘાનીએ દાવો કર્યો હતો કે કોંક્રીટ ફિલીંગનું કામ ટ્રક્સ દ્વારા કરવામાં આવે છે જેને કારણે ખૂબ અવાજ થાય છે.

અરજદારે કહ્યું કે ધ્વનિ પ્રદૂષણના નિયમો અને હાઈકોર્ટે અગાઉ આપેલા ચુકાદાઓમાં સ્પષ્ટ જણાવાયું છે કે રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી અવાજ કરતી કોઈ પણ બાંધકામ કે અન્ય પ્રવૃત્તિઓ કરવા દેવી નહીં.

કોર્ટે અરજદારની વાત માન્ય રાખી હતી અને આ મુદ્દે મહારાષ્ટ્ર પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડને તેનો અભિપ્રાય આપવા જણાવ્યું છે.

મુંબઈમાં હાલ 33 કિલોમીટર લાંબી કોલાબા-બાન્દ્રા-સીપ્ઝ મેટ્રો લાઈન-3 માટે બાંધકામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ મેટ્રો સિસ્ટમનો એક હિસ્સો છે. આ લાઈન દક્ષિણ મુંબઈના કફ પરેડને ઉત્તર-મધ્ય મુંબઈના સીપ્ઝ વિસ્તાર સાથે જોડશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS