Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

લંડનમાં જ્યારે વિજય માલ્યાને પૂછવામાં આવ્યું કે તમે ભારતને કેટલું મિસ કરો છો ત્યારે ભારતના ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ અચરજ પમાડે તેવો જવાબ આપ્યો. વિજય માલ્યાએ જણાવ્યુ છે કે હું ભારતને મિસ કરતો નથી. કારણ કે ભારતમાં મિસ કરવા લાયક કશું છે જ નહીં.

માલ્યાએ જણાવ્યું કે મારા પરિવારના સદસ્યો અમેરિકા અથવા ઈંગ્લેન્ડમાં રહી રહ્યાં છે. મારા પરિવારનો એકપણ સભ્ય હવે ભારતમાં નથી. માલ્યાએ જણાવ્યું કે જો મારા સાવકા ભાઈબહેનોની વાત કરવામાં આવે તો તે તમામ લોકો યુ.કેના સીટિઝન છે, અને એટલા માટે જ હવે ભારતમાં મારા માટે યાદ કરવા જેવું કશું જ નથી. માલ્યાએ જણાવ્યું કે મેં કશું જ ખોટું નથી કર્યું. પરંતુ હું તો ખુશ છું કે મારો જે કેસ ચાલી રહ્યો છે તે યુ.કે કોર્ટમાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ પક્ષપાત હોતો નથી. હવે હું કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો છું. માલ્યાએ વધુમાં ઉમેર્યુ કે મને લંડનનુ વાતાવરણ બહુ જ ગમે છે. હું અહીંયા રોજ મહેમાનો અને મિત્રોને મળુ છું અને મજા કરૂં છું.

મહત્વનુ છે કે ભારત સરકારે વિજય માલ્યાને ભારત પરત લાવવાની તૈયારીઓ તેજ કરી દિધી છે. તો બીજી તરફ સુપ્રિમ કોર્ટમાં અવમાનના મામલે સજાનુ એલાન થઈ શકે છે. કોર્ટે માલ્યાને 10 જુલાઈએ હાજર થવાનો આદેશ આપ્યો હતો પરંતુ આ આદેશનુ પાલન ન કરવા માટે તેમને કોર્ટની અવગણના કરવા બદલ દોષીત કરવામાં આવ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS