Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

Lahore Blastલાહોર – પંજાબ પ્રાંતના આ પાટનગર શહેરમાં રવિવારે સાંજે ઈસ્ટર તહેવારની ઊજવણી માટે એકત્ર થયેલા ખ્રિસ્તીઓને ટાર્ગેટ બનાવીને તાલીબાન સુસાઈડ બોમ્બરે કરેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 70ના જાન ગુમાયા છે અને બીજાં 300 જેટલા લોકો ઘાયલ થયા છે.

માર્યા ગયેલાઓમાં મોટે ભાગે સ્ત્રીઓ અને બાળકો છે.

લાહોરના જાણીતા ગુલશન-એ-ઈકબાલ પાર્ક ખાતે ખ્રિસ્તીઓના એક ઊજવણી સમારંભ માટે લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે સાંજે લગભગ 6.40 વાગ્યે ભયાનક બોમ્બ ધડાકો થયો હતો. એને કારણે તે સ્થળે માતમ છવાઈ ગયો હતો.

લાહોર બોમ્બ વિસ્ફોટના સમાચાર જાણ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો હતો અને દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીએ ટ્વીટ કરીને પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે અને કહ્યું છે કે મૃતકોનાં સ્વજનો પ્રતિ પોતે દિલસોજી વ્યક્ત કરે છે તથા ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS