Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ- માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) મંત્રાલયે આગામી 5 વર્ષોમાં ખાદી ઉદ્યોગ દ્વારા 5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્ય રાખ્યું છે. આગામી વર્ષોમાં ખાદી ગ્રામોઉદ્યોગમાં સૌર ઊર્જાથી ચાલતા કાપડ વણવાના મશીનો લાવવામાં આવશે. જેના દ્વારા આગામી 5 વર્ષોમાં દેશભરમાંથી 5 કરોડ લોકો રોજગારી મેળવી શકશે.

કેન્દ્રીયપ્રધાન ગીરીરાજસિંહે કહ્યું કે, વર્તમાન સમયમાં દેશના કુલ કાપડ ઉદ્યોગમાં ખાદી માત્ર 1 ટકા હિસ્સો ધરાવે છે. પરંતુ છેલ્લાં 2 વર્ષમાં સતત પ્રયાસોને કારણે ખાદી ઉદ્યોગની પ્રોડક્ટનું વેચાણ 35 કરોડ રૂપિયા (વર્ષ 2014માં)થી વધીને 52 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

એમએસએમઈ મંત્રાલય દ્વારા ખાદી ગ્રામોઉદ્યોગને પ્રોત્સાહન પુરું પાડવા કેટલાક મહત્વના પગલાં લઈ રહ્યું છે. શણ ઉદ્યોગ(નારિયલના રેશા) સાથે સાથે ખાદી ઉદ્યોગ પણ સરકાના એજન્ડામાં પ્રમુખ સ્થાન પર છે. જેમાં જુદીજુદી યોજનાઓ મારફતે પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહ્યું છે. જેમાં વ્યાજમાં રાહત આપવી, નાણાકીય સહાય, ક્લસ્ટર આધારિક વિકાસ તક, આ ઉપરાંત નવી ડિઝાઈનને પ્રોત્સાહન આપવાની સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ યોજનાઓનો સમાવેશ થાય છે.

ખાદી ગ્રામોદ્યોગ દ્વારા ખાદીના કપડાંઓના સંયુક્ત પ્રમોશન માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓ અરવિંદ, રેમંડ, અને અન્ય કંપની સાથે ભાગીદારી કરી છે. તેની પાછળનું મુખ્ય ઉદ્દેશ ખાદીના કપડાને ખાસ કરીને યુવાનો અને કંપનીમાં પ્રચલિત કરવાનો છે. આ ઉપરાંત વાતાવરણને અનુકુળ અને ગુણવત્તાવાળા ખાદીના કપડાંને બજારમાં ઉતારવા માટે ફેશન ડિઝાઈનરોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ખાદીના કપડાંની ગુણવત્તાને વધુ સારી બનાવવા માટે જીરો ડિફેક્ટ, જીરો ઈફેક્ટ યોજના શરૂ કરી છે. જેના કારણે ખાદી ઉત્પાદનોને વૈશ્વિક ધારા ધોરણો અનુરૂપ બનાવવામાં મદદ મળી શકે. આ ઉપરાંત દેશના પ્રમુખ શહેરોમાં આધુનિક ખાદીના કપડાંના પ્રિમિયમ શો રૂમ ખોલવાનો પણ નિર્ણય કર્યો છે.

દેશભરમાં ખાદીના કપડાંના 7,000 હજારથી વધારે શોરૂમ ચે જેમાં ખાદી ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મંત્રાલય ખાદી સ્ટોર નેટવર્કમાં પણ વધારો કરવા અંગે વિચારી રહ્યું છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS