Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જૂનાગઢ- પોષ સુદ પૂનમનો દિવસ એટલે આદ્યશક્તિ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. આ દિવસે દેશભરના મા અંબાના મંદિરોમાં ભક્તો દ્વારા માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઊજવવામાં આવે છે. જૂનાગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન મા અંબાના મંદિરે ભવ્ય ઊજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગરવા ગઢ ગિરનારની ટોચ પર બિરાજમાન મા અંબાજીના પ્રાગટ્ય દિવસે સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, નાના પીરજી મહંત ગણપતગીરી બાપુની ઉપસ્થિતિમાં હજારો માઈભક્તોની હાજરીમાં માતાજીને શ્રીગાર સાથે શ્રીસુક્તના પાઠ, હોમહવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર પર બાવન ગજની ધજા ચડાવાશે. ત્યાર બાદ બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે.

મંદિરના મહંત તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે, માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની આ ગિરનાર પર્વત ઉપરની શક્તિપીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીના ઉદર (પેટ)નો ભાગ પડેલો હોવાથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS