Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

Indian-American groups વોશિંગ્ટન – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતા અઠવાડિયાની યુએસ મુલાકાત પૂર્વે અનેક ભારતીય-અમેરિકન જૂથોએ મોદી સામે વિરોધ-રેલીઓ કાઢવાનો નિર્ણય લીધો છે.

એલાયન્સ ફોર જસ્ટિસ એન્ડ એકાઉન્ટેબિલિટી (AJA)ના છત્ર હેઠળ ભેગા થયેલા સંગઠનો ૨૭ સપ્ટેંબરે સેન જોઝમાં SAP સેન્ટરની બહાર એક શાંતિપૂર્ણ રેલીનું યોજવાના છે. તે સ્થળે મોદી ૧૮,૫૦૦ જણના ભરચક દર્શકગણને સંબોધિત કરવાના છે. સેન્ટરની બહાર અનેક વિશાળ સ્ક્રીન મૂકવામાં આવનાર છે જેથી બીજા હજારો લોકો તે કાર્યક્રમને લાઈવ નિહાળી શકશે.

એક અખબારી નિવેદનમાં જણાવાયું છે કે AJAના સભ્યો #ModiFail બેનર હેઠળ ૨૭મી સપ્ટેંબરે SAP સેન્ટર ખાતે દેખાવો કરવાના છે. તેઓ મોદીની કથિત સિદ્ધિઓની પાછળ રહેલી અમુક વાસ્તવિક્તાઓનો પર્દાફાશ કરવા માગે છે.

ઉક્ત જોડાણ ઈન્ડિયન-સાઉથ એશિયન સંસ્થાઓ, સંગઠનો અને વ્યક્તિઓનું બનેલું છે. તેણે www.modifail.com નામે એક વેબસાઈટ પણ શરૂ કરી છે, જેમાં વડા પ્રધાન મોદીની કથિત નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS