Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

બિજીંગ- સંયુક્ત રાષ્ટ્રની પ્રવાસન એજન્સી આંતરરાષ્ટ્રીય પ્રવાસ સંગઠને એક રીપોર્ટમાં જણાવ્યું છે કે, વિશ્વની વયસ્ક આબાદીના 1.3 ટકા એટલે કે, આશરે 6 કરોડ 60 લાખ લોકોએ જણાવ્યું છે કે, તેઓ આગામી 12 મહિના દરમિયાન વિદેશમાં પ્રવાસ કરવાની અથવા સ્થાયી થવાની યોજના બનાવી રહ્યાં છે. આ રીપોર્ટમાં વર્ષ 2010થી 2015 સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવેલા લોકોના સર્વેનો અભિપ્રાય જણાવવામાં આવ્યો છે.

વિદેશમાં સ્થાયી થવા માટે અમેરિકા લોકોની પ્રથમ પસંદગી છે. ત્યારબાદ બ્રિટન, સાઉદી અરબ, ફ્રાંસ, કેનેડા, જર્મની અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાયે છે. ભારતનો યુવાવર્ગ વિદેશમાં સ્થાયી થવા ઈચ્છે છે જે ભારતના ભવિષ્ય માટે ‘ખતરાની ઘંટી’ સમાન છે. જ્યારે ચીનના લોકો તેમનો દેશ છોડી વ્યવસાય અર્થે  વિદેશમાં સ્થાયી થવામાં ઓછો વિશ્વાસ કરે છે.

વિદેશમાં પ્રવાસની યોજના બનાવી રહેલા લોકોમાં પ્રથમ નંબરે નાઈજિરીયા અને બીજા નંબરે ભારતીયોનો સમાવેશ થાયે છે. ત્યારબાદ કોંગો, સુદાન, બાંગ્લાદેશ અને ચીનના લોકોનો નંબર આવે છે. નાઈજિરીયામાં સૌથી વધુ 51 લાખ લોકો વિદેશમાં વસવાટ કરવાની ઈચ્છા ધરાવે છે. ત્યારબાદ અનુક્રમે કોંગો, બાંગ્લાદેશ અને ચીનનો નંબર આવે છે.

ઉપરોક્ત સર્વે ગેલપ વર્લ્ડ પોલ દ્વારા એકત્રિત કરવામાં આવેલા આંકડાઓ પર આધારિત છે. જેમાં અન્ય દેશોમાં વસવાટ કરવાની યોજના બનાવી રહેલા લોકોમાં મોટા ભાગના લોકો પુરુષ, યુવાવર્ગ, અવિવાહીત અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોનો સમાવેશ થાયે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS