Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- ડોકલામ સરહદે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ભારતે ચીન સાથે જોડાયેલી સિક્કીમ અને અરુણાચલ પ્રદેશની સરહદે સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હોવાના સમાચાર છે. સૂત્રોનું માનીએ તો સરકારના વરિષ્ઠ અધિકારીઓએ પણ સૈનિકોની સંખ્યા વધારી હોવાની વાત સ્વીકારી છે. ચીન દ્વારા ભારતને યુદ્ધની આપવામાં આવતી સતત ધમકીઓને પગલે ભારતને આ પ્રકારનું પગલું ભરવાની ફરજ પડી છે.

સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, સેનામાં ચોકસાઈનું સ્તર વધારી દેવાયું છે. ડોકલામ મુદ્દે ચીનનું ભારત પ્રત્યેનું વલણ જોતા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને સિક્કીમથી અરુણાચલ પ્રદેશની ચીન સાથે જોડાયેલી 1400 કિમી જેટલી લાંબી સરહદ પર જવાનોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે જવાની સંખ્યા કેટલી વધારવામાં આવી તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

રક્ષા નિષ્ણાંતોના જણાવ્યાં અનુસાર સરહદ ઉપર આશરે 45 હજાર જવાનોને ત્યાંની ભૌગોલિક સ્થિતિને અનુરુપ થઈને રહેવા હંમેશા તૈયાર રાખવામાં આવે છે. જો કે આ તમામને સરહદ પર તહેનાત કરવામાં આવતા નથી. 9000 ફૂટની ઉંચાઈ પર તહેનાત જવાનોને 14 દિવસના પર્યાવરણને અનુકૂળ વાતાવરણમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. હાલમાં ડોકલામ વિસ્તારમાં ભારતના આશરે 350 સૈનિકો તહેનાત છે. ડોકલામ વિવાદનો સમાધાનકારી ઉકેલ લાવવા ભારતે ચીનને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બન્ને દેશ પોતાના સૈનિકોને પહેલાની સ્થિતિમાં બોલાવે. પરંતુ ચીને આ પ્રસ્તાવની અવગણના કરી હતી. ચીને ભારતને પોતાના સૈનિકો પરત બોલાવવા દબાણ કર્યું. જ્યારે ચીન ડોકલામમાંથી સૈનિકો હટાવવાની આનાકાની કરી રહ્યું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS