Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સિંગાપોર- સિંગાપોરમાં દેશનાં પ્રથમ મહિલા પ્રેસિડેન્ટની આજે નિમણૂક કરવામાં આવી છે. અને એ પણ ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા વગર. મતદાન વગર કરવામાં આવેલી આ નિમણૂકને લોકતંત્રની વિરુદ્ધ ગણાવીને લોકો નવા પ્રેસિડેન્ટનો વિરોધ કરી રહ્યાં છે. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયમાંથી આવનારા આ મહિલા પ્રેસિડેન્ટ હલીમા યાકૂબ સિંગાપોરની સંસદના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

મહત્વની વાત એ છે કે, પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાવા માટે હલીમા યાકૂબને આ મહિને યોજાનારી ચૂંટણીનો સામનો પણ નથી કરવો પડ્યો. કારણકે પ્રશાસને હલીમા યાકૂબની સામે ઉભા રહેલા ઉમેદવારને અયોગ્ય જાહેર કરતાં આપમેળે જ હલીમા યાકૂબ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યાં છે.

જોકે સિંગાપોરમાં આ કોઈ પ્રથમ ઘટના નથી જ્યારે પ્રેસિડેન્ટ પદના ઉમેદવાને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હોય. આપને જણાવી દઈએ કે, સિંગાપોરમાં ઘણા વર્ષોથી એક જ પાર્ટી સત્તામાં પોતાનું પ્રભુત્વ ધરાવી રહી છે.

સિંગાપોરમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને પહેલેથી જ અશાંતિનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે એક ખાસ સમુદાય મલય ઉમેદવારના હાથમાં કોઈ જ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વિના દેશની સત્તા સોંપી દેવામાં આવી છે. જેથી લોકોમાં ગુસ્સાની લાગણી વધુ પ્રબળ બની છે.

હલીમા યાકૂબના પ્રેસિડેન્ટ બનવાની સત્તાવાર  જાહેરાત બાદ બુરખો પહેરનારી 63 વર્ષીય આ મહિલાની સોશિયલ મીડિયા ઉપર ઘણી નિંદા કરવામાં આવી છે. ફેસબુક ઉપર એક યુઝરે લખ્યું કે, ચૂંટણી વગર જ પ્રેસિડેન્ટ બનવું, આ શું મજાક છે?.

જેનો જવાબ આપતા પ્રેસિડેન્ટ હલીમા યાકૂબે જણાવ્યું કે, હું દેશના બધાં જ નાગરિકની પ્રેસિડેન્ટ છું. જોકે ચૂંટણી યોજવામાં નથી આવી તેમ છતાં લોકોની સેવા કરવાની મારી ભાવનામાં સહેજ પણ ઉણપ આવી નથી.

ઉલ્લેખનીય છે કે, પ્રેસિડેન્ટનો પદભાર સંભાળ્યાં પહેલાં હલીમા યાકૂબ સિંગાપોરમાં સત્તારુઢ પાર્ટીના સાંસદ તરીકે 20 વર્ષ જવાબદારી નિભાવી ચૂક્યાં છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS