Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હીઃ રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશવાસીઓને ફરી એકવાર નવી કરન્સી મળશે, અલબત્ત તે સિક્કામાં મળવાની છે. આરબીઆઈએ 100 રુપિયાનો સિક્કો બહાર પાડવાની તૈયારી કરી છે અને તેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

નાણાં મંત્રાલય દ્વારા 100 અને 5 રુપિયાના નવા સિક્કા બહાર પાડવાનું નોટિફિકેશન બહાર પડાયું છે.

તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન, દક્ષિણ ભારતના સુપરસ્ટાર ડૉ. એમ જી રામચંદ્રનની જન્મ શતાબ્દીના અવસર પર આ નવા સિક્કા ચલણમાં મૂકવામાં આવશે. સિક્કા ઉપર એમ જી રામચંદ્રનની આકૃતિ હશે અને નીચે DR M G Ramchandran Birth Centenary લખેલું હશે. ઉપરના ભાગમાં તે દેવનાગરી ભાષામાં લખેલું હશે. સિક્કાના આગળના ભાગ પર વચ્ચે અશોકસ્થંભની આકૃતિ હશે અને સત્યમેવ જયતે લખેલું હશે.

100 રુપિયાના સિક્કાનું વજન 35 ગ્રામ અને 5 રુપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ હશે. 100 રુપિયાનો સિક્કો 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ, 5-5 ટકા નિકલ અને ઝિંકનો બનેલો હશે. તો 5 રુપિયાના સિક્કામાં 75 ટકા ચાંદી, 20 ટકા ઝિંક અને 5 ટકા નિકલ ધાતુનું મિશ્રણ હશે.

ડો. એમ જી રામચંદ્રન 1977થી 1987 દરમિયાન તામિલનાડુના ત્રણવાર મુખ્યપ્રધાન રહ્યાં હતાં. રાજકારણમાં આવ્યાં તે પહેલાં દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા ગજાના અભિનેતા અને નિર્માતા હતાં. તેમનો જન્મ 17 જાન્યુઆરી 1917માં શ્રીલંકાના કેન્ડી શહેરમાં થયો હતો. તેમણે 1972માં એઆઈડીએમકે પક્ષની સ્થાપના કરી હતી. 1988માં તેમને મરણોપરાંત ભારત રત્ન સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. તામિલનાડુના સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન અને પૂર્વ અભિનેત્રી જયલલિથાને રાજકારણમાં લાવ્યાં હોવાનું શ્રેય પણ એમજીઆરના હુલામણા નામે ઓળખાતાં એમ જી રામચંદ્રનને ફાળે જાય છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS