Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાંચી- ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટે 360 રન બનાવી લીધા છે. આમ ભારત ઓસ્ટ્રેલિયા કરતા હજી 91 રન પાછળ છે. ચેતેશ્વર પુજારા 130 અને રિદ્ધિમાન સાહા 18 રને નોટ આઉટ રહ્યા છે. ચેતેશ્વર પુજારાએ તેની ટેસ્ટ કારકિર્દીની 11મી સદી ફટકારી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઇનિંગમાં 451 રને ઓલ આઉટ થઇ ગયુ હતું.

કમિન્સે 4 વિકેટ ઝડપી

ભારતની પ્રથમ વિકેટ લોકેશ રાહુલના રૂપમાં પડી હતી. લોકેશ રાહુલ 67 રન બનાવી કમિન્સની ઓવરમાં વેડને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ મુરલી વિજય વ્યક્તિગત 82 રન કરી સ્ટીવ ઓફીકની ઓવરમાં સ્ટમ્પ આઉટ થયો હતો. ઈજાગ્રસ્ત વિરાટ કોહલી 6 રને કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ મેદાન પર આવેલો અજિંક્ય રહાણે પણ ખાસ યોગદાન આપી શક્યો ન હતો અને 14 રને કમિન્સની ઓવરમાં આઉટ થયો હતો. દિવસની અંતિમ વિકેટ કરૂણ નાયરના રુપમાં પડી હતી. નાયરે 23 કર્યા હતા. જોકે બાદમાં પુજારા અને સાહાએ ધીમી પણ મક્કમ રમત રમી ભારતને વધુ નુકસાન થવા દીધું ન હતું. ભારત હજી ઓસ્ટ્રેલિયાના 451 રનથી દુર છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS