Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- શાકભાજી અને દાળમાં ભાવ ઘટવાથી રીટેલમાં મોંઘવારી દર- કન્ઝ્યૂમર પ્રાઇઝ ઇન્ડેક્સ દ્વારા રાહતની ખબર મળી રહી છે. જૂન મહિનાનો મોંઘવારી દર અત્યાર સુધીના રેકોર્ડ નીચા દરે પહોંચ્યો છે. જૂન મહિનાનો છૂટક બજાર મોંઘવારી દર ઘટીને 1.54 ટકા આવ્યો છે.

મે મહિનામાં આ દર 2.18 ટકા હતો.

સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે એક વર્ષ પહેલાં 2016ના જૂન મહિનામાં રીટેઇલ મોંઘવારી દર 5.77 ટકાના સ્તર પર હતો.

 

સરકારનું લક્ષ્ય 4 ટકા

સરકારે રીટેઇલ મોંઘવારી દર માટે 4 ટકાનું લક્ષ્યાંક રાખ્યું છે, જે બેથી છ ટકાની રેન્જમાં છે. આમ પ્રથમવાર થયું છે કે મોંઘવારી રેન્જના નીચલા સ્તરની પણ નીચે પહોંચી ગઇ છે. રીટેઇલમાં મોંઘવારી દરમાં આ ઘટાડા માટે માનવામાં આવે છે કે તેનું કારણ બેઝ ઇફેક્ટ છે. જૂનમાં આવેલો આંકડો આરબીઆઈના અનુમાનથી પણ ઓછો છે. આરબીઆઈએ એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળા માટે 2 થી 3.5 ટકા મોંઘવારી દરની રેન્જ નક્કી કરી હતી.

ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સ પણ ઘટ્યો

તો આરબીઆઈએ જાહેર કરેલા ઔદ્યોગિક ઉત્પાદનનો ઈન્ડેક્સ પણ મે મહિનામાં ઘટીને 1.7 ટકા થયો છે, આ ઇન્ડેક્સ એપ્રિલ મહિનામાં 3.3 ટકા હતો.

રીપોર્ટ પ્રમાણે મોંઘવારીમાં સૌથી વધુ રાહત શાકભાજી અને દાળના ભાવોમાં મળી છે. ગત વર્ષના જૂન મહિનાની સરખામણીએ આ બંનેમાં 16.53 ટકાનો ભાવઘટાડો જોવા મળ્યો હતો.

બધી દાળ અને તે સંબંધિત ઉત્પાદનોની કીમતો લગભગ 21.92 ટકા સસ્તી થઇ. જોકે દૂધ અને દૂધ ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે. ગત વર્ષની તુલનામાં આ વસ્તુઓના ભાવમાં 4.15 ટકા વધારો નોંધાયો છે.

ખાંડ અને કન્ફેક્શનરીની આઇટમોમાં પણ ખાસી મોંઘી થઇને 8.74 ટકા જેટલો ભારે ભાવવધારો નોંધાયો છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS