Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી– આર્થિક કૌભાંડો કરી દેશ છોડી જનારા એકમાત્ર વિજય માલ્યા જેવા એકલદોકલ કિસ્સા નથી, પરંતુ અન્યો પણ છે. જોકે નવીનવી છટકબારીઓ શોધી દેશનું કરી જનારા આવા મગરમચ્છોને જાળમાં લેવા સખત કાયદાકીય પ્રાવધાન બનાવવાની કોશિશ તેજ કરવાની જરુરત હોવાનું વિજય માલ્યા કેસ દરમિયાન જણાઇ આવ્યું હતું. તે માટે સરકારને આર્થિક અને કાયદાકીય નિષ્ણાતોએ સૂચનો પણ કર્યાં હતાં. જેને લઇને કેન્દ્ર સરકાર વિજય માલ્યા જેવા આર્થિક કૌભાંડીઓને નશ્યત કરી શકાય તેવો કાયદો ઘડી રહી છે. કેન્દ્ર સરકારે આ દિશામાં આગળ વધતાં વિધેયક લાવી રહી છે જેનો ડ્રાફ્ટ ગુરુવારે રજૂ કરવામાં આવ્યો છે.

આ ડ્રાફ્ટમાં લોન લઇને આર્થિક કૌભાંડો કરી ભારતીય અદાલતોથી બચી વિદેશ ભાગી જનારા લોકો પર લગામ કસવામાં આવી રહી છે. આ વિધેયકને બ્રિટન ભાગી જનારા વિજય માલ્યા જેવા લોકોને સંકજામાં લેવાના પ્રયાસ તરીકે પણ જોવાઇ રહ્યો છે. પોતાની દેવામાં ડૂબેલી કિંગફિશન એરલાઇન્સના નામ પર 9,000 કરોડથી વધુની લોન લઇ ભાગી ગયેલા વિજય માલ્યાના બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ પ્રક્રિયા ચાલી રહી છે.

સરકાર અને સામાન્ય જનતાના સ્તર પર જરુર વર્તાઇ રહી છે કે મોટા આથિક કૌભાંડો કરી અન્ય દેશમાં જતાં રહેલાં લોકો ભારતની કાનૂની પ્રક્રિયાને મજાકરુપ માને છે અને તેના પર સવાલો ઉભા કરે છે. આ સ્થિતિનું નિવારણ કરી આર્થિક અપરાધીઓ વિરુદ્ધ કાયદાકીય અને બંધારણીય સકંજો મજબૂત કરવા માટે જ કેન્દ્ર સરકાર નવું વિધેયક લાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન પ્રમાણે નવા આખિત ભાગેડુ અપરાધી વિધેયકથી એ અપરાધીઓ પર સકંજો કસી શકાશે.

આર્થિક અપરાધી ઘોષિત કરવાના પૂરા મામલાની સુનાવણી માટે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વિશેષ અદાલતો બનાવાશે.. વિધેયક મુજબ તેવી વ્યક્તિને ‘ભાગેડુ આર્થિક અપરાધી’ કેટેગરીમાં ઓળખાવાશે  જેના વિરુદ્ધ અદાલતે એરેસ્ટ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હોય. તે દેશ છોડી ભાગી ગયો હોય અને કાનૂની પ્રક્રિયાથી બચવા માટે પાછાં આવવા ઇન્કાર કરી રહ્યો હોય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS