Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાયદાને મંજૂરી

નવી દિલ્હી– જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જીએસટી કાયદાને મંજૂરી આપી દેવામાં આવી છે. તદઉપરાંત જીએસટી અનુસાર રજિસ્ટ્રેશનના કાયદા, ઈનવોઈસેઝ અને રીટર્ન્સ સંબધિત નિયમોને પહેલા જ મંજૂરી મળી ગઈ છે.

ગુરુવારે જીએસટી કાઉન્સીલની બેઠક પછી કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે નિયમોને મંજૂરી પછી હવે અલગઅલગ કોમોડિટીઝને કયા ટેક્સના સ્લેબમાં રાખવા તેના પર કામ થશે.

તેમણે કહ્યું કે અલગઅલગ વસ્તુઓના ટેક્સ સ્લેબ નક્કી કરવા માટે અમે જીએસટી લાગુ કરવાની દિશામાં આગળ વધીશું. તેમણે જણાવ્યું હતું કે 31 માર્ચ પછી સ્લેબ તૈયાર કરવાનું કામ શરૂ કરાશે. અત્યારે હાલ 1 જુલાઈથી આ નિયમોને લાગુ કરવાની યોજના છે. જે રીતે કાર્ય પ્રગતિમાં છે, તે જોતાં એમ લાગે છે કે નિર્ધારિત સમય મુજબ જીએસટી લાગુ થઈ જશે.

અત્રે નોંધનીય છે કે કેન્દ્રએ જીએસટી કાઉન્સિલે દર નક્કી કરતાં પહેલા ભલામણ કરી છે. જેમાં પ્રિશિયસ મેટલ પર 4 ટકા(મહત્તમ મર્યાદા 6 ટકા) 12 અને 18 ટકાના બે સ્ટાન્ડર્ડ દર અને 26 ટકાનો સૌથી ઊંચો દર લકઝરી આઈટમ, પાન મસાલા અને તમાકુ પ્રોડક્ટ પર લાગુ કરવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. તેમજ સર્વિસીઝ પર 12 અને 18 ટકાનો ટેક્સ રેટ લાગુ કરવાની દરખાસ્ત છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS