naval
naval
naval
naval

Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

amc budgetઅમદાવાદ– અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સુધારા-વધારા સાથે બજેટ રજૂ કર્યું છે. બજેટમાં રૂ.425 કરોડના સુધારા કરાયા છે, અને બજેટની કુલ સાઈઝ રૂ.6,080 કરોડ થઈ છે. પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરાશે, તેવી ધારણા હતી, પણ બજેટના સુધારામાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ જ વધારો કરાયો નથી. પૂર્વ વિસ્તારમાં સૌપ્રથમ વુમન હોસ્પિટલ બનાવવાની દરખાસ્ત ઉમેરવામાં આવી છે.

બજેટના સુધારામાં બજેટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે અનેક જોગવાઈઓ કરાઈ છે. તળાવોનો વિકાસ કરવો, મ્યુનિસિપલ કાઉન્સીલર બજેટ રૂ.21 લાખ કરાયું છે. તેમજ સ્માર્ટ રોડ, સ્લમ વિસ્તારમાં ઝુપડપટ્ટીનો વિકાસ કરાશે. એમઆઈજી માટે 100 ચો.મી.નો પ્લોટ ફાળવાશે. શહેરમાં કિડની ડાયાલીસીસ સેન્ટર અને એમઆરઆઈ સેન્ટર સહિત ચાઈલ્ડ કેર કીટ ઉભી કરાશે.

ઉલ્લેખનીય છે કે સુધારા વધારા સાથે રજુ કરાયેલ ડ્રાફટ બજેટમાં કેટલીક મહત્વની દરખાસ્તો રજુ કરવામાં આવી હતી, તેના પર એક નજર કરીએઃ

§  ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે નવા સાધનો વસાવાશે.

§  મણિનગર ખાતે આવકાર હોલ પાસે નવુ સર્કલ બનશે.

§  કોર્પોરેશનની પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 5-6-7ના પહેલા ત્રણ રેન્કર્સને પ્રોત્સાહન આપવા માટે વિના મૂલ્યે આભ્યાસ માટે 25 લાખ ફાળવાયા.

§  કોમન પ્લોટ, આંગણવાડી માટે 10 કરોડ ફાળવાશે.

§  સરદાર પટેલ રિંગ રોડને જોડતા રસ્તાઓ પર પ્લાન્ટેશન કરાશે.

§  લાઈબ્રેરી, વાંચનાલયનો ઉભી કરવા 25 લાખની ફાળવણી કરાશે.

§  બજેટમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે અનેક જોગવાઈઓ કરાઈ છે.

§  શાસક પક્ષે 193 કરોડનો રેવન્યૂ ખર્ચ સૂચવ્યો, 232 કરોડનો કેપિટલ ખર્ચનો વધારો સૂચવ્યો.

§  વિરાટનગર ચાર રસ્તા, નરોડા રેલવે ક્રોસિંગ પર ફ્લાયઓવર બનશે.

§  ઘોડાસર સ્મૃતિનગર ચાર રસ્તા પાસે ફ્લાયઓવરની શક્યતા ચકાસાશે.

§  તમારા વોર્ડ, તમારા કોર્પોરેટર વિશે જાણે તે નામથી એપ શરૂ થશે.

§  ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કાલુપુરને જોડતા ઓવરબ્રિજ માટે 5 કરોડની જોગવાઈ.

§  પીપીપી ધોરણે વધુ સર્કલ વધારવાનુ આયોજન કરાશે.

§  શાહીબાગ ખાતે ચિલ્ડ્રન પાર્ક અને પ્લે ગ્રૂપ માટે 1 કરોડની ફાળવણી.

§  સિનીયર સિટીઝન, વ્યક્તિ વિશેષની સુવિધા માટે 1 કરોડની ફાળવણી કરાશે.

§  પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા પૂર્વ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાશે.

–  મેયર નગર રત્ન એવોર્ડ માટે વધારાના 25 લાખની જોગવાઈ કરાઈ છે.

 

"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”