Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

નવી દિલ્હી- વેકેશન ગાળીને પાછા ફરેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલનનું આયોજન થયું છે. સંમેલનમાં હાજર લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ મોદી સરકારની વિભિન્ન યોજનાઓની આલોચના કરી. તેમણે કહ્યું કે હવે તો અચ્છે દિન કોંગ્રેસ જ્યારે 2019માં સત્તા પર આવશે ત્યારે લઈને આવશે. રાહુલે નોટબંધીથી લઈને યોગ સુધી પીએમ મોદીની મજાક ઉડાવી. જો કે ભાજપે તો વળતા પ્રહારમાં રાહુલ ગાંધીને પાર્ટ ટાઈમ રાજનેતા જાહેર કરી દીધા. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી હાલમાં જ રજા પરથી પાછા ફર્યા છે. જો તેમને જનતાની પરવા હોત તો તેઓ રજા પર ન જાત.

ઈતિહાસમાં પહેલીવાર દેશના PMની મજાક ઉડી રહી છે

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ અને આપણા વડાપ્રધાનને એવું કહેવાની આદત પડી ગઈ છે કે 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું. દેશના લોકો જાણે છે કે અમે શું કર્યું. લોકો જાણે છે કે કેવી રીતે અમારા નેતાઓએ દેશ માટે લોહી અને આંસૂ વહાવ્યાં. નોટબંધીના કારણે દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઈ વડાપ્રધાનની મજાક ઉડી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ દેશના ગરીબો અને ખેડૂતો સાથે સમય પસાર કરવાની જરૂર છે. તેઓ કેમ ગામડા છોડીને જઈ રહ્યાં છે તે સમજવાની જરૂર છે.

નોટબંધી એક અપરિપક્વ ફેસલો

નોટબંધી પર વડાપ્રધાનને આડે હાથ લેતા તેમણે કહ્યું કે મોદીએ નોટબંધી કરીને એક અપરિપકવ ફેંસલો લીધો. આરબીઆઈના ગવર્નરની વાતોને પણ નજરઅંદાજ કરી. ભાજપે લોકતાંત્રિક સંસ્થાને કમજોર કરી. ભાજપના અચ્છે દિન આવનાર છે તે નારા પર આકરો પ્રહાર કરતા તેમણે કહ્યું કે અચ્છે દિન ત્યારે આવશે જ્યારે 2019માં કોંગ્રેસ સત્તામાં આવશે.

સ્વચ્છ ભારત અભિયાનની ઉડાવી મજાક

કોંગ્રેસ ઉપાધ્યક્ષે સ્વચ્છ ભારત અભિયાનની મજાક ઉડાવતા કહ્યું કે પહેલા મોદીજીએ કહ્યું હતું કે હિન્દુસ્તાનને સાફ કરી દઈશ, 3-4 દિવસમાં ઝાડુ લગાવ્યું અને ચાલતા થયા. રાહુલે પીએમના યોગની પણ મજાક ઉડાવતા કહ્યું કે જે પદ્માસન ન કરી શકે તે યોગ ન કરી શકે. નોટબંધી એક બહાનું છે. મોદીજીને માલુમ પડી રહ્યું છે કે યોગ, સ્કિલ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાની પાછળ છૂપાઈ શકાશે નહીં. હિન્દુસ્તાનની અર્થ વ્યવસ્થાની કરોડરજ્જુ તેમણે તોડી નાખી છે. ઓટોમોબાઈલ સેક્ટરમાં 60 ટકા ગાડીઓ ઓછી વેચાઈ છે. આપણે 16 વર્ષ પહેલાની સ્થિતિમાં પહોંચી ગયા છીએ.

અમે દેશની આત્માને બચાવીશું

રાહુલ ગાંધીએ વધુ આકરા પ્રહારો કરતા કહ્યું કે અમે દેશને બતાવવા માંગીએ છીએ કે અમે હિન્દુસ્તાનની આત્માને બચાવીને રાખીશું. અમે દેશ માટે બલિદાનો આપ્યા છે. ભાજપના નેતાઓએ કેટલા બલિદાન આપ્યાં?

યોગ પર કટાક્ષ

યોગ મુદ્દે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે પીએમ મોદી યોગ કરે છે પરંતુ પદ્માસન લગાવી શકતા નથી. મે પણ યોગ કર્યો છે. હું એક્સપર્ટ નથી પરંતુ મને શિખવનારે કહ્યું કે જે યોગ કરે તે પદ્માસનમાં બેસી શકે છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS