Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભૂજ- કચ્છમાં નર્મદાના નીર 22મી મે ના રોજ ભચાઉના લોધેશ્વર પંપ સુધી પહોંચી રહ્યાં છે. અને એના વધામણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનાં છે. ભચાઉ ખાતે થનારા કાર્યક્રમમાં આહીરો, ભરવાડો સહિતના વિખ્યાત રાસમંડળો પારંપરિક વેશભૂષામાં પરિધાન સાથે કળા દર્શાવશે. તમામ પ્રકારના આયોજન માટે આજથી ભચાઉ ખાતે ખાસ કાર્યાલયનું ઉદઘાટન સાંસદ, ધારાસભ્યો તથા પક્ષના ટોચના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનને આવકારવા કાર્યક્રમના આ છે મુખ્ય આકર્ષણો

વડાપ્રધાનને આવકારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય આકર્ષણમાં કચ્છના પ્રખ્યાત ફળોના 51 ફૂટના હારથી વડાપ્રધાનનું સ્વાગત  તરવામાં આવશે, તેમ જ હાલ ગાંધીધામ ખાતે એલ.ઇ.ડી. લાઇટના તોરણ,  વિક્રમજનક સંખ્યા સાથે સફાઇ ઝૂંબેશ, માલધારીઓ પરંપરાગત વેશભૂષા યોજશે, સત્કાર સમારંભ,  108 જગ્યાએ ગૌપૂજન વગેરે જેવા મુખ્ય આકર્ષણોનો સમાવેેશ થાય છે.

કાર્યક્રમ માટે સમગ્ર કચ્છ ઉત્સાહિત થઇને દરેક તાલુકામાં દરેક મથકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ શૈલેન્દ્રસિંહ જાડેજાની દેખરેખ હેઠળ ભૂજિયાની તળેટી પર શહીદો માટેનો ભવ્ય કાર્યક્રમ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ આયોજનમાં સહકારી સંસ્થાઓ પણ જોડાઇ રહી છે. જેનું સંકલન જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી અને મનુભા જાડેજા કરી રહ્યાં છે.

એ.પી.એમ.સી.ની સાથે પંડિત દીનદયાળજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે `અંત્યોદય રાશન કિટ’નું ગરીબ લોકોને વિતરણનો કાર્યક્રમ,  જિલ્લામાં સઘન સફાઇ ઝૂંબેશ,  સૈનિકો શહીદોને કલ્યાણનિધિમાં કાર્યકર્તાઓ પાસેથી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા રકમ સ્વીકારી તે ભંડોળ વડાપ્રધાન નિધિ ફંડમાં આપવાનું કાર્ય વગેરે કાર્યક્રમો યોજાવાના છે.

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS