Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

કાબુલ- થોડા દિવસો પહેલા અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં રહેલા આતંકી સંગઠન ISISના કેમ્પને ટાર્ગેટ કરીને નંગરહાર વિસ્તારમાં MOAB ‘મધર ઓફ ઓલ બોમ્બ’ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 90થી વધુ આતંકીઓના મોત થયાં હતાં.

હાલમાં જ એ ઘટના અંગે અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સીએ નવો ખુલાસો કર્યો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં 13 ભારતીય નાગરિકોના પણ મોત થયાં હતાં. આ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAના જણાવ્યા પ્રમાણે આ ખબર અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને એજન્સી તે અંગે તપાસ કરી રહી છે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2016માં એક ષડયંત્ર અંતર્ગત કેરળના 21 લોકો ઈરાન થઈને અફઘાનિસ્તાન પહોંચી ગયા હતા. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલું વર્તમાન આતંકી સંગઠન ‘વિલાયત ખોરાસાન ઈસ્લામિક સ્ટેટ’ વર્ષ 2015થી અસ્તિત્વમાં આવ્યું હતું. જેમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનમાંથી અનેક સદસ્યો જોડાયા હતા.

આ કેસ અંગે NIAની ટીમ વધુ તપાસ કરી રહી છે. ગત બે મહિના દરમિયાન વિલાયત ખોરાસાન ઈસ્લામિક સ્ટેટ સંગઠનના બે સદસ્યો મોહમ્મદ હફિઝુદ્દીન અને મુર્શિદ મોહમ્મદની ડ્રોન હુમલામાં મોત થઈ હતી. અફઘાન ન્યૂઝ એજન્સીએ દાવો કર્યો છે કે, જે 13 ભારતીયો માર્યા ગયા છે તે ભારતથી ભાગીને આવ્યા હતા અને અઘફાનિસ્તાનમાં આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. NIAની ટેમે જણાવ્યું છે કે, તેઓ અફઘાનિસ્તાનમાં રહેતા ભારતીયોના પરિવારોનો સંપર્ક કરવાવ પ્રયાસ કરી રહ્યા છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS