બેન સ્ટોક્સનો અદ્દભુત બાઉન્ડરી લાઈન કેચ

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 30 મે, ગુરુવારે લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની રમાઈ ગયેલી ઈંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચમાં હિરો બની ગયો હતો. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ, એમ ત્રણેય વિભાગમાં એ ચમક્યો હતો. ઈંગ્લેન્ડે મેચ 104-રનથી જીતી લીધી હતી.

ઈંગ્લેન્ડના આદિલ રશીદે ફેંકેલી 35મી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના એન્ડીલ ફેલુક્વેયોનો કેચ બેન સ્ટોક્સે બાઉન્ડરી લાઈન પર એક હાથે, અદ્દભુત રીતે પકડ્યો હતો. સ્ટોક્સે બેટિંગમાં 79 બોલમાં 89 રન કર્યા હતા, 2.5 ઓવરમાં 12 રન આપીને બે વિકેટ પાડી હતી અને ફિલ્ડિંગમાં બે કેચ પણ પકડ્યા હતા. આ ઓલરાઉન્ડ દેખાવ બદલ સ્ટોક્સને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

સ્કોરઃઈંગ્લેન્ડ 311-8 (50), દક્ષિણ આફ્રિકા 207 (39.5)