Home Blog Page 4930

વોટ્સએપના આ અફલાતૂન ફિચર્સનો ઉપયોગ કર્યો કે નહીં?

નવી દિલ્હી: વોટ્સએપના લેટેસ્ટ અપડેટમાં નવા ફીચર્સ યુઝર્સને આપવામાં આવ્યા છે, તો કેટલાક હજુ બીટા વર્જનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ફેસબુકની માલિકી વાળી આ એપ પર યુઝર્સની જરૂરતના હિસાબથી નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. ચેટિંગ માટે આ એપ પર ટેક્સ્ટની સાથે મલ્ટીમીડિયાનો ઉપયોગ તો તમે કરી શકો છો સાથે ગ્રુપ વીડિયો કોલિંગ અને વોઈસ કોલિંગનો વિકલ્પ પણ હવે યુઝર્સને મળી રહ્યા છે. વોટ્સએપ પર અત્યારે અહીં કેટલાક અફલાતૂન ફીચર્સ મળી રહ્યાં છે.

ડાર્ક મોડ: લાંબા સમય પછી વોટ્સએપ યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. ડાર્ક મોડની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં ચેટિંગ દરમ્યાન આખોને નુકસાન થતું નથી. સાથે ડાર્ક મોડ ફોનની સ્ક્રીનથી નિકળતી લાઈટને પણ ઓછી કરી દે છે. જેનાથી ફોનની બેટરીનો પણ ઓછો વપરાશ થાય છે. આ ફીચર્સ ઈનેબલ કરવા માટે તમારે વોટ્સએપ ચેટમાં જઈને થીમ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ ત્યાં આપવામાં આવેલા ડાર્ક ફ્રોમ લાઈટ,ડાર્ક તથા સિસ્ટમ વાઈડ ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.

એનિમેટેડ સ્ટિકર્સ: વોટ્સએપ હવે પોતાના યુઝર્સ માટે એનિમેટેડ સ્ટિકર્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર આ ફીચર્સ હજુ લોન્ચ કર્યું નથી. પરંતુ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ એનિમેટેડ સ્ટિકર્સ વર્તમાનમાં રહેલા સ્ટિકર્સ પેકમાં ઉમેરવામાં આવશે. ત્યાર બાદ બાકીની ચેટિંગ એપની જેમ વોટ્સએપ પર એનિમેટેડ સ્ટિકર્સ ચેટિંગ દરમ્યાન મોકલી શકાશે. આ ફીચર્સ એન્ડ્રોઈડની સાથે iOS યુઝર્સને પણ મળશે.

વોટ્સએપ પ્રોટેક્ટ બેકઅપ: હાલમાં આવેલા અપડેટમાં નવું પ્રોટેક્ટ બેકઅપ ફીચર જોવા મળી રહ્યું છે. આ ફીચર્સની મદદથી વોટ્સએપ ચેટ બેકઅપના પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકાશે. WABetaInfoની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, લેટેસ્ટ વોટ્સએપ ફોર એન્ડ્રોયડ બીટા એપડેટમાં નવું પ્રોટેક્ટ બેકઅપ ફીચર્સ આપવામાં આવ્યું છે. જોકે, આ ફીચર્સ હજુ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.

લો-ડેટા: હાલમાં iOS યુઝર્સ માટે આ અપડેટ આપવામાં આવ્યું છે. આ પહેલા લો-ડેટા ફીચર વોટ્સએપ કોલિંગ માટે લાવવામાં આવ્યું છે પરંતુ આને એપ પર એન્ટીગ્રેટ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી એપ ઓછા ડેટાનો ઉપયોગ કરશે. બ્લોગ પોસ્ટમાં આ ફિચર્સની માહિતી આપવામાં આવી છે અને જણાવ્યું છે કે, આ ફીચર્સને ઓન કર્યા બાદ એપ સેલ્યુલર ડેટાની મદદથી ફાઈલ ઓટો ડાઉનલોડ થશે નહીં. ભલે તે સેટિંગમાં ઓટો ડાઉનલોડનું ઓપ્શન ઈનેબલ હોય.

સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ મેસેજ: એપ પર મળતા આ ફીચરની મદદથી યુઝર્સ તરફથી મોકલેલા કે રિસીવ કરેલા મેસેજને એક સેટ કરવામાં આવેલી ટાઈમ લિમિટ પછી ગાયબ કરી દેશે. વોટ્સએપ અપડેટ્સને મોનિટર કરનારી વેબસાઈટ WABetaInfo અનુસાર હજુ આ ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ડિસઅપિયરિંગ મેસેજ ફીચર્સને વોટ્સએપના બીટા વર્જન 2.19.275માં જોવા મળ્યું છે. વોટ્સએપનું આ ફિચર સૌ પ્રથમ ગ્રુપ ચેટ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ ફિચરનો ગ્રુપ એડમિન ઉપયોગ કરી શકશે અને નક્કી કરી શકશે કે કોઈ મેસેજ કેટલા સમય બાદ ડિલીટ થઈ જશે.

વાહ ભાઈ વાહ! ૧૫ માર્ચ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 15/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે

પંચાંગ તા. 15/03/2020

18 રૂપિયાનું પેટ્રોલ કેવી રીતે 70 રૂપિયા થાય છે એ જાદુનું રહસ્ય જાણો

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં વેપાર-ધંધા, રોજગાર પર પ્રતિકૂળ અસર પડી છે. ક્રૂડ ઓઇલની કિંમત સતત ઘટી રહી છે, પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટતી નથી અથવા  કિંમતોમાં જેટલો ઘટાડો થવો જોઈએ એટલો થતો નથી. ઊલટાનું સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી અને રોડ સેસમાં વધારો કરી દીધો હતો. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતો નહીં ઘટે અને ઓઇલ કંપનીઓનો નફો ઓછો થશે, વધારામાં વધારાનો ટેક્સ સરકારી તિજોરીમાં જમા થશે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શું-શું સામેલ છે?

વૈશ્વિક બજારમાં ઘણા દિવસોથી ક્રૂડની કિંમતોમાં ઘટાડો છે. ખાસ કરીને વર્ષના પ્રારંભે ક્રૂડ પ્રતિ બેરલ 67 હતું, જેથી પ્રતિ લિટર રૂ. 30.08 થાય. વળી, પાછલા કેટલાક દિવસોમાં 35 પ્રતિ બેરલ ચાલી રહ્યું છે, પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી નથી. હવે જોઈએ કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કયા-કાય ટેક્સ ઉમેરાય છે.

પેટ્રોલ (રૂપિયા-લિટરદીઠ)            ડીઝલ (રૂપિયા-લિટરદીઠ)
ક્રૂડ ઓઇલની કિંમત  17.79        17.79
ઓઇલ કંપનીઓનો ચાર્જ 13.91 17.55
એક્સાઇઝ ડ્યૂટી + રોડ સેસ  19.98 15.83
પેટ્રોલ પમ્પ માલિકનું કમિશન  3.55  2.49
વેટ 14.91 9.23
કુલ 70.14 62.89

 

આમ પેટ્રોલ અને ડીઝલ પર 12 માર્ચ સુધીના ડેટાના હિસાબે વાત કરીએ તો લિટરદીઠ પેટ્રોલ પર રૂ. 34.89 (49.7 ટકા) તો ટેક્સ ચૂકવવામાં જાય છે, અને એમાં હવે ઓર રૂ. ત્રણનો વધારો થયો. એ જ રીતે ડીઝલ પર લિટરદીઠ રૂ. 25.06 ( 39.8 ટકા) ટેક્સ વસૂલવામાં આવે છે અને એમાં હવે ઓર રૂ. ત્રણનો વધારો થયો.

 

આ રીતે કામ કરશો તો સફળતા મળશેઃ મેનેજમેન્ટનું લેસન

અમદાવાદઃ AMA ખાતે ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની ગુજરાત શાખાના ઉપક્રમે  ‘How to tap international market: Optimal sales strategy for creating global footprint’ વિષય પર એક સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ઈન્ફોચીપ્સના સ્થાપક સભ્ય અને સિનિયર વીપી કોર્પોરેટ એફેર્સ, સુધીર નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઉભરતા ઉદ્યોગસાહસિકોના એક જૂથ સમક્ષને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સફળ થવા માટે એક વ્યુહરચના તો હોવી જ જોઈએ, છતાં પ્રયોગ કરવાનુ પણ ચાલુ રાખવુ જોઈએ અને તમે જેના માટે કામ કરો છો તેને વિસ્તારવાનું પણ ચાલુ રાખવુ જોઈએ. તેમણે  ઉદ્યોગસાહસિકોને સફળતાના વિવિધ મંત્ર સૂચવ્યા હતા તેમાંનો આ એક મંત્ર હતો.

સુધીર નાયકે જણાવ્યું હતું કે “ એક વ્યુહરચના આવશ્યક છે. મારી અને ઈઈન્ફોચીપ્સની વ્યુહરચના સામા પ્રવાહમાં તરવાની છે અને અમને તેનાં પરિણામો પણ મળ્યાં છે. “ તેમ તેમણે જણાવ્યું હતું.

નાયકે અમદાવાદ સ્થિત ઈ-ઈન્ફોચીપ્સની સફરની વાત કરી હતી.  આ કંપની જેમ જેમ પોતાની કામગીરીનો વ્યાપ વિસ્તારતી ગઈ તેમ વર્ષ 2018માં એરો ઈલેક્ટ્રોનિક્સને 320 મિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. તેમણે કેટલાક પ્રસંગો પણ ટાંક્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે  “કામગીરીનો વ્યાપ વધારવો તે હંમેશાં પડકારરૂપ બાબત હોય છે. અમે ઘણા વર્ષ સુધી 4 મિલિયન ડોલરની આવક પર અટક્યા હતા. એ પછી અમે વિસ્તરણ કર્યુ અને 10 મિલિયન ડોલર, 25 મિલિયન ડોલર, અને 40, મિલિયન ડોલર એમ આગળ વધતા ગયા હતા. અવરોધો હંમેશાં આવતા હોય છે, અને વ્યક્તિએ અવરોધોને કેમ પાર કરવા તે શોધી કાઢવાનુ રહે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિ જે બજારનુ લક્ષ્ય રાખતો હોય તેની ભૂગોળ અને સંસ્કૃતિ સમજવાનુ જરૂરી હોય છે. તેમણે  સમજાવ્યું હતુ કે “અમે જેમ મોટા થતા અને વિસ્તરતા ગયા તેમ અમને ખ્યાલ આવ્યો કે જે અમેરિકામાં કામ આવે છે તે યુરોપમાં કામ આવતુ નથી. સમાન પ્રકારે  જે યુરોપમાં કામ આવે છે તે જાપાનમાં કામ આવતુ નથી. કારણ કે  સ્થાનિક સંસ્કૃતિ અને સંવેદનક્ષમતા અલગ અલગ હોય છે.”

નવસારી જીલ્લાના એક નાના ગામમાંથી આવતા સુધીર નાયકે શ્રોતાઓને નિષ્ફળ જવાનો ભય નહી રાખવા અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે વ્યક્તિ નિષ્ફળતામાંથી અનેક બાબતો શિખી શકે છે.  આ અગાઉ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સની વેસ્ટર્ન ઈન્ડીયા કાઉન્સિલના ફર્સ્ટ વીપી પંકજ બોહરાએ આઈએસીસી અને ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન માટે તેની મહત્વની  ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે એ બાબતની નોંધ લીધી હતી કે અમેરિકા ભારતનુ સૌથી મોટુ ટ્રેડ પાર્ટનર બન્યુ છે, પરંતુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષી સંબંધો વધારવાની વ્યાપક તકો છે.

એફિલ ટાવર પણ પર્યટકો માટે બંધ

પેરિસઃ ફ્રાન્સમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધી અહીં 2000થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જેથી સાવચેતીરૂપે સરકારે એફિલ ટાવરને પર્યટકો માટે બંધ કરી દીધો છે. બીજી બાજુ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ વૈશ્વિક નેતાઓને અપીલ કરી છે કે કોરોના વાઇરસની સામે એકજૂટ થઈને લડે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે મેક્રો હવે વર્લ્ડ લીડર્સ સાથે હાથ મિલાવીને નહીં પણ ભારતીય સ્ટાઇલ હાથ જોડીને અભિવાદન કરશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

એપ્રિલથી આ બધી કાર રસ્તે રખડતી નહીં જોવા મળે

અમદાવાદઃ દેશમાં એપ્રિલ, 2020થી ભારત સ્ટેજ 6 (BS-VI)ના ઉત્સર્જનના ધારાધોરણો લાગુ પડવાનાં છે, એટલે કાર ઉત્પાદકો તેમનાં મોડલ બજારમાંથી પાછાં ખેંચી રહ્યાં છે. જેથી નવા નિયમો લાગુ પડ્યા બાદ કાર કંપનીઓ તેમનાં આ BS-VIનાં મોડલોનું વેચાણ કાયદેસર રીતે નહીં કરી શકે. સંખ્યાબંધ કાર ઉત્પાદકોએ તેમનાં ડીઝલ મોડેલોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે કારણ કે હાલની BS-VI નાં ઉત્સર્જનના નિયમોને આ કારો સુસંગત નથી, વળી એ કારોને  બીએસ-VI માં અપગ્રેડ કરવાનો ખર્ચ  તેમને પોસાય એવો નથી. વળી, આ કારોની હાલની બજાર કિંમતે એ અપગ્રેડ કરેલી કારો વધુ ખર્ચાળ બની રહેશે.

દાખલા તરીકે, મારુતિ અને ફોક્સવેગને ડીઝલ મોડેલોને સંપૂર્ણપણે બજારમાંથી દૂર કરવી પડશે, જ્યારે ઉત્પાદકો જેવા કે તાતા અને મહિન્દ્રાને આ નિયમોએ હાલ પૂરતું નાની કાર ઉત્પાદનમાંથી દૂર કરી દીધા છે.

અહીં કેટલીક એવી કાર્સ પર એક નજર કરીએ, જે તમે એક એપ્રિલ, 2020 પછી ખરીદી નહીં શકો.

મારુતિની બધી ડીઝલ કારો

દેશની સૌથી મોટી કારઉત્પાદક મારુતિ સુઝુકીએ જાહેરાત કરી કે કંપની ડીઝલ માર્કેટમાંથી હાલપૂરતું બહાર નીકળી જશે. જોકે કંપનીએ સંકેત આપ્યા હતા કે જો બજારમાં આ પ્રકારનાં મોડલોની માગ હશે તો એ ઉત્પાદન કરશે જેમાં 1.5-લિટર ડીઝલ એંજિનની કારો પણ બજારમાં લાવશે. મારુતિ સુઝુકીનું એકમાત્ર મોડલ વિતારા બ્રીઝા 1.5 લિટર પેટ્રોલ એન્જિનની કેટેગરીમાં મળશે. વળી મારુતિની S-ક્રોસ, જે 1.3 લિટર ડીઝલ એન્જિન ધરાવે છે, એ હવે 1.5 લિટર પેટ્રોલમાં ઉપલબ્ધ થશેય કંપનીના સ્વિફ્ટ અને ડિઝાયર માત્ર પેટ્રોલ અથવા સીએનજી વિરિયેન્ટમાં મળી શકશે.

બધી ફોક્સવેગન ડીઝલ કારો બજારમાંથી અદ્રશ્ય થશે

ફોક્સવેગનને ડીઝલગેટ ઉત્સર્જનના કૌભાંડ પછી કરોડો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યા પછી કંપની વધુ સાવચેત થઈ છે. વળી, કંપનીએ તેના ડીઝલ એન્જિનોને BS-VIને અપગ્રેડ પણ નથી કર્યા. કંપની એટલે તેની કારોને પાછી ખેંચવાને બદલે ડીઝલ કાર માર્કેટમાંથી દૂર થશે.

રિનોલ્ટ ડસ્ટર

રિનોલ્ટ ડસ્ટરને પસંદ કરવા માટે તમારી પાસે થોડા જ દિવસો છે.  આમ પણ માગ ઓછી હોવાને કારણે કંપની એને બંધ કરવાની તૈયારી કરી રહી છે.  ડસ્ટરનું વેચાણ પાંચ ટકાથી પણ ઓછું છે. આ ઉપરાંત રિનોલ્ટ ક્વિડ, ટ્રાઇબર અને ડસ્ટરના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ બધાં હવે પેટ્રોલ મોડેલો છે.

ટોયોટા ઇટિયોસ અને ઇટિયોસ લિવા

ટોયોટાની ઇટિયોસ સેદાન અને ઇટિયોસ લિવા હેચબેક ઓટો બજારમાંથી આ નિયમો લાગુ પડતાં ગાયબ થશે. ટોયોટા આ મોડેલો માટે ભારતીય બજારમાં યોગ્ય નથી માનતી. વળી, ટોયોટા સુઝુકી સાથેના કરાર હેઠળ મારુતિ એક્સએલ 6 અને વિતારા બ્રીઝા અને બલેનોને ગ્લેન્ઝા તરીકે વેચશે

તાતા સફારી સ્ટોર્મ, તાતા હેક્સા

તાતા મોટર તેના SUVs નાં મોડેલોમાં સુધારાવધારા કરી રહી છે અને એ ટૂંક સમયમાં તાતા હેરિયર ઓટોમેટિક ઉતારશે અને એ પછી સાત સીટર્સનું હેરિયર, તાતા ગ્રેવિટાસ મોડલ બજારમાં ઉતારશે.

જોકે તાતા સફારી સ્ટોર્સ મોડલ બજારમાં પરત ખેંચી લેશે, કેમ કે એમાં BS-VIના ઉત્સર્જનના નિયમો મુજબ અપડેટ નથી કરાયા. હાલ એ 2.2 લિટર ડીઝલ એન્જિન ઉપલબ્ધ છે. તાતા હેક્સા પણ બજારમાંથી કામચલાઉ ગાયબ થઈ જશે, પણ એ એન્જિનમાં સુધારા સાથે ટૂંક સમયમાં પાછી ફરશે. કદાચ તાતા એને 2.2 લિટર વેરિકોર ડીઝલ એન્જિન સાથે બદલે પણ ખરી.

હાલ તાતા હેક્સા જ એકમાત્ર મોડલ ઉપલબ્ધ રહેશે.

તાતા ઝેસ્ટ અને તાતા બોલ્ટ

તાતા ઝેસ્ટ અને તાતા બોલ્ટ બજારમાંથી અદ્રશ્ય થશે, કેમ કે તાતા એનું સંપૂર્ણ પ્લેટફોર્મ બદલી રહી છે. વળી તાતા માટે તાતા ટિયેગો અને તાતા બોલ્ટ એક જ માર્કેટમાં વેચવી એ વેપારી સેન્સ નહીં કહેવાય.

ઓલ ફિયેટ કાર્સ

ફિયેટની પન્ટો, અબાર્થ, એવેન્ચુરા, અને ફિયેટ લિનીઆ બજારમાંથી પરત ખેંચાશે, એમ અહેવાલ કહે છે.

અન્ય કંપનીઓ જેવી કે મહિન્દ્રા ડીઝલ એન્જિન- નાની કારો જેમ કે KUV100માંથી બહાર નીકળી જશે.નિશાને પણ પેટ્રોલ મોડેલો જ વેચવાં પડશે, જેમાં માઇક્રા અને સની. નિસાન ડીઝલ મોડલોમાંથી બહાર ફેંકાઈ જશે. અને માત્ર એપ્રિલ પછી પેટ્રોલ વેરિયન્ટ મોડલ જ વેચી શકશે.

 

 

 

 

 

 

 

સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટથી કેમ ભડક્યા જાવેદ અખ્તર?

નવી દિલ્હીઃ ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટ કર્યું કે જેને જોઈને બોલીવુડ ગીતકાર જાવેદ અખ્તર ગુસ્સે થઈ ગયા. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં 7 મસ્જિદ બંધ થઈ ગઈ છે અને 60 ઈમામ કાઢી દીધા છે. આના પર જાવેદ અખ્તરે સુબ્રમણ્યમ સ્વામીને જવાબ આપ્યો.

તેમણે પોસ્ટને રિપ્લાય કરીને લખ્યું કે, એવી રીતે કે જેમ તમને હાવર્ડમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા? તમે આ ડિઝર્વ કરતા હતા. મને વિશ્વાસ છે કે તમારા જેવાનું કામ હશે, તમે બધા એક જ ડાળના પંખી છો. તમારા બધાની પાંખો નફરતથી ભરેલી છે કે ઉડે છે.

જાવેદ અખ્તરે કહ્યું કે, મને આવા લોકોથી સહેજ પણ મુશ્કેલી નથી. મને મુશ્કેલી નહી થાય કે જો આ પ્રકારના લોકો જે તણાવ અને નફરત ફેલાવે છે, તેમને દેશમાંથી ભગાડવામાં આવે તો. જાવેદ અખ્તરના આ જવાબથી લોકોએ તેમની પણ ટીકા કરી. કેટલાક લોકો તો તેમના પર રીતસર વરસી પડ્યા.