18 રૂપિયાનું પેટ્રોલ કેવી રીતે 70 રૂપિયા થાય છે એ જાદુનું રહસ્ય જાણો

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં વેપાર-ધંધા, રોજગાર પર પ્રતિકૂળ અસર પડી છે. ક્રૂડ ઓઇલની કિંમત સતત ઘટી રહી છે, પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટતી નથી અથવા  કિંમતોમાં જેટલો ઘટાડો થવો જોઈએ એટલો થતો નથી. ઊલટાનું સરકારે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી અને રોડ સેસમાં વધારો કરી દીધો હતો. જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતો નહીં ઘટે અને ઓઇલ કંપનીઓનો નફો ઓછો થશે, વધારામાં વધારાનો ટેક્સ સરકારી તિજોરીમાં જમા થશે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં શું-શું સામેલ છે?

વૈશ્વિક બજારમાં ઘણા દિવસોથી ક્રૂડની કિંમતોમાં ઘટાડો છે. ખાસ કરીને વર્ષના પ્રારંભે ક્રૂડ પ્રતિ બેરલ 67 હતું, જેથી પ્રતિ લિટર રૂ. 30.08 થાય. વળી, પાછલા કેટલાક દિવસોમાં 35 પ્રતિ બેરલ ચાલી રહ્યું છે, પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટી નથી. હવે જોઈએ કે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કયા-કાય ટેક્સ ઉમેરાય છે.

પેટ્રોલ (રૂપિયા-લિટરદીઠ)            ડીઝલ (રૂપિયા-લિટરદીઠ)
ક્રૂડ ઓઇલની કિંમત  17.79        17.79
ઓઇલ કંપનીઓનો ચાર્જ 13.91 17.55
એક્સાઇઝ ડ્યૂટી + રોડ સેસ  19.98 15.83
પેટ્રોલ પમ્પ માલિકનું કમિશન  3.55  2.49
વેટ 14.91 9.23
કુલ 70.14 62.89

 

આમ પેટ્રોલ અને ડીઝલ પર 12 માર્ચ સુધીના ડેટાના હિસાબે વાત કરીએ તો લિટરદીઠ પેટ્રોલ પર રૂ. 34.89 (49.7 ટકા) તો ટેક્સ ચૂકવવામાં જાય છે, અને એમાં હવે ઓર રૂ. ત્રણનો વધારો થયો. એ જ રીતે ડીઝલ પર લિટરદીઠ રૂ. 25.06 ( 39.8 ટકા) ટેક્સ વસૂલવામાં આવે છે અને એમાં હવે ઓર રૂ. ત્રણનો વધારો થયો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]