એપ્રિલથી આ બધી કાર રસ્તે રખડતી નહીં જોવા મળે

અમદાવાદઃ દેશમાં એપ્રિલ, 2020થી ભારત સ્ટેજ 6 (BS-VI)ના ઉત્સર્જનના ધારાધોરણો લાગુ પડવાનાં છે, એટલે કાર ઉત્પાદકો તેમનાં મોડલ બજારમાંથી પાછાં ખેંચી રહ્યાં છે. જેથી નવા નિયમો લાગુ પડ્યા બાદ કાર કંપનીઓ તેમનાં આ BS-VIનાં મોડલોનું વેચાણ કાયદેસર રીતે નહીં કરી શકે. સંખ્યાબંધ કાર ઉત્પાદકોએ તેમનાં ડીઝલ મોડેલોને સંપૂર્ણપણે બંધ કરી દીધા છે કારણ કે હાલની BS-VI નાં ઉત્સર્જનના નિયમોને આ કારો સુસંગત નથી, વળી એ કારોને  બીએસ-VI માં અપગ્રેડ કરવાનો ખર્ચ  તેમને પોસાય એવો નથી. વળી, આ કારોની હાલની બજાર કિંમતે એ અપગ્રેડ કરેલી કારો વધુ ખર્ચાળ બની રહેશે.

દાખલા તરીકે, મારુતિ અને ફોક્સવેગને ડીઝલ મોડેલોને સંપૂર્ણપણે બજારમાંથી દૂર કરવી પડશે, જ્યારે ઉત્પાદકો જેવા કે તાતા અને મહિન્દ્રાને આ નિયમોએ હાલ પૂરતું નાની કાર ઉત્પાદનમાંથી દૂર કરી દીધા છે.

અહીં કેટલીક એવી કાર્સ પર એક નજર કરીએ, જે તમે એક એપ્રિલ, 2020 પછી ખરીદી નહીં શકો.

મારુતિની બધી ડીઝલ કારો

દેશની સૌથી મોટી કારઉત્પાદક મારુતિ સુઝુકીએ જાહેરાત કરી કે કંપની ડીઝલ માર્કેટમાંથી હાલપૂરતું બહાર નીકળી જશે. જોકે કંપનીએ સંકેત આપ્યા હતા કે જો બજારમાં આ પ્રકારનાં મોડલોની માગ હશે તો એ ઉત્પાદન કરશે જેમાં 1.5-લિટર ડીઝલ એંજિનની કારો પણ બજારમાં લાવશે. મારુતિ સુઝુકીનું એકમાત્ર મોડલ વિતારા બ્રીઝા 1.5 લિટર પેટ્રોલ એન્જિનની કેટેગરીમાં મળશે. વળી મારુતિની S-ક્રોસ, જે 1.3 લિટર ડીઝલ એન્જિન ધરાવે છે, એ હવે 1.5 લિટર પેટ્રોલમાં ઉપલબ્ધ થશેય કંપનીના સ્વિફ્ટ અને ડિઝાયર માત્ર પેટ્રોલ અથવા સીએનજી વિરિયેન્ટમાં મળી શકશે.

બધી ફોક્સવેગન ડીઝલ કારો બજારમાંથી અદ્રશ્ય થશે

ફોક્સવેગનને ડીઝલગેટ ઉત્સર્જનના કૌભાંડ પછી કરોડો ડોલરનો દંડ ફટકારવામાં આવ્યા પછી કંપની વધુ સાવચેત થઈ છે. વળી, કંપનીએ તેના ડીઝલ એન્જિનોને BS-VIને અપગ્રેડ પણ નથી કર્યા. કંપની એટલે તેની કારોને પાછી ખેંચવાને બદલે ડીઝલ કાર માર્કેટમાંથી દૂર થશે.

રિનોલ્ટ ડસ્ટર

રિનોલ્ટ ડસ્ટરને પસંદ કરવા માટે તમારી પાસે થોડા જ દિવસો છે.  આમ પણ માગ ઓછી હોવાને કારણે કંપની એને બંધ કરવાની તૈયારી કરી રહી છે.  ડસ્ટરનું વેચાણ પાંચ ટકાથી પણ ઓછું છે. આ ઉપરાંત રિનોલ્ટ ક્વિડ, ટ્રાઇબર અને ડસ્ટરના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ બધાં હવે પેટ્રોલ મોડેલો છે.

ટોયોટા ઇટિયોસ અને ઇટિયોસ લિવા

ટોયોટાની ઇટિયોસ સેદાન અને ઇટિયોસ લિવા હેચબેક ઓટો બજારમાંથી આ નિયમો લાગુ પડતાં ગાયબ થશે. ટોયોટા આ મોડેલો માટે ભારતીય બજારમાં યોગ્ય નથી માનતી. વળી, ટોયોટા સુઝુકી સાથેના કરાર હેઠળ મારુતિ એક્સએલ 6 અને વિતારા બ્રીઝા અને બલેનોને ગ્લેન્ઝા તરીકે વેચશે

તાતા સફારી સ્ટોર્મ, તાતા હેક્સા

તાતા મોટર તેના SUVs નાં મોડેલોમાં સુધારાવધારા કરી રહી છે અને એ ટૂંક સમયમાં તાતા હેરિયર ઓટોમેટિક ઉતારશે અને એ પછી સાત સીટર્સનું હેરિયર, તાતા ગ્રેવિટાસ મોડલ બજારમાં ઉતારશે.

જોકે તાતા સફારી સ્ટોર્સ મોડલ બજારમાં પરત ખેંચી લેશે, કેમ કે એમાં BS-VIના ઉત્સર્જનના નિયમો મુજબ અપડેટ નથી કરાયા. હાલ એ 2.2 લિટર ડીઝલ એન્જિન ઉપલબ્ધ છે. તાતા હેક્સા પણ બજારમાંથી કામચલાઉ ગાયબ થઈ જશે, પણ એ એન્જિનમાં સુધારા સાથે ટૂંક સમયમાં પાછી ફરશે. કદાચ તાતા એને 2.2 લિટર વેરિકોર ડીઝલ એન્જિન સાથે બદલે પણ ખરી.

હાલ તાતા હેક્સા જ એકમાત્ર મોડલ ઉપલબ્ધ રહેશે.

તાતા ઝેસ્ટ અને તાતા બોલ્ટ

તાતા ઝેસ્ટ અને તાતા બોલ્ટ બજારમાંથી અદ્રશ્ય થશે, કેમ કે તાતા એનું સંપૂર્ણ પ્લેટફોર્મ બદલી રહી છે. વળી તાતા માટે તાતા ટિયેગો અને તાતા બોલ્ટ એક જ માર્કેટમાં વેચવી એ વેપારી સેન્સ નહીં કહેવાય.

ઓલ ફિયેટ કાર્સ

ફિયેટની પન્ટો, અબાર્થ, એવેન્ચુરા, અને ફિયેટ લિનીઆ બજારમાંથી પરત ખેંચાશે, એમ અહેવાલ કહે છે.

અન્ય કંપનીઓ જેવી કે મહિન્દ્રા ડીઝલ એન્જિન- નાની કારો જેમ કે KUV100માંથી બહાર નીકળી જશે.નિશાને પણ પેટ્રોલ મોડેલો જ વેચવાં પડશે, જેમાં માઇક્રા અને સની. નિસાન ડીઝલ મોડલોમાંથી બહાર ફેંકાઈ જશે. અને માત્ર એપ્રિલ પછી પેટ્રોલ વેરિયન્ટ મોડલ જ વેચી શકશે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]