વોટ્સએપના આ અફલાતૂન ફિચર્સનો ઉપયોગ કર્યો કે નહીં?

નવી દિલ્હી: વોટ્સએપના લેટેસ્ટ અપડેટમાં નવા ફીચર્સ યુઝર્સને આપવામાં આવ્યા છે, તો કેટલાક હજુ બીટા વર્જનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ફેસબુકની માલિકી વાળી આ એપ પર યુઝર્સની જરૂરતના હિસાબથી નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. ચેટિંગ માટે આ એપ પર ટેક્સ્ટની સાથે મલ્ટીમીડિયાનો ઉપયોગ તો તમે કરી શકો છો સાથે ગ્રુપ વીડિયો કોલિંગ અને વોઈસ કોલિંગનો વિકલ્પ પણ હવે યુઝર્સને મળી રહ્યા છે. વોટ્સએપ પર અત્યારે અહીં કેટલાક અફલાતૂન ફીચર્સ મળી રહ્યાં છે.

ડાર્ક મોડ: લાંબા સમય પછી વોટ્સએપ યુઝર્સ માટે ડાર્ક મોડ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. ડાર્ક મોડની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં ચેટિંગ દરમ્યાન આખોને નુકસાન થતું નથી. સાથે ડાર્ક મોડ ફોનની સ્ક્રીનથી નિકળતી લાઈટને પણ ઓછી કરી દે છે. જેનાથી ફોનની બેટરીનો પણ ઓછો વપરાશ થાય છે. આ ફીચર્સ ઈનેબલ કરવા માટે તમારે વોટ્સએપ ચેટમાં જઈને થીમ ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. ત્યાર બાદ ત્યાં આપવામાં આવેલા ડાર્ક ફ્રોમ લાઈટ,ડાર્ક તથા સિસ્ટમ વાઈડ ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.

એનિમેટેડ સ્ટિકર્સ: વોટ્સએપ હવે પોતાના યુઝર્સ માટે એનિમેટેડ સ્ટિકર્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર આ ફીચર્સ હજુ લોન્ચ કર્યું નથી. પરંતુ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ એનિમેટેડ સ્ટિકર્સ વર્તમાનમાં રહેલા સ્ટિકર્સ પેકમાં ઉમેરવામાં આવશે. ત્યાર બાદ બાકીની ચેટિંગ એપની જેમ વોટ્સએપ પર એનિમેટેડ સ્ટિકર્સ ચેટિંગ દરમ્યાન મોકલી શકાશે. આ ફીચર્સ એન્ડ્રોઈડની સાથે iOS યુઝર્સને પણ મળશે.

વોટ્સએપ પ્રોટેક્ટ બેકઅપ: હાલમાં આવેલા અપડેટમાં નવું પ્રોટેક્ટ બેકઅપ ફીચર જોવા મળી રહ્યું છે. આ ફીચર્સની મદદથી વોટ્સએપ ચેટ બેકઅપના પાસવર્ડ પ્રોટેક્ટેડ કરી શકાશે. WABetaInfoની રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, લેટેસ્ટ વોટ્સએપ ફોર એન્ડ્રોયડ બીટા એપડેટમાં નવું પ્રોટેક્ટ બેકઅપ ફીચર્સ આપવામાં આવ્યું છે. જોકે, આ ફીચર્સ હજુ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.

લો-ડેટા: હાલમાં iOS યુઝર્સ માટે આ અપડેટ આપવામાં આવ્યું છે. આ પહેલા લો-ડેટા ફીચર વોટ્સએપ કોલિંગ માટે લાવવામાં આવ્યું છે પરંતુ આને એપ પર એન્ટીગ્રેટ કરી દેવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી એપ ઓછા ડેટાનો ઉપયોગ કરશે. બ્લોગ પોસ્ટમાં આ ફિચર્સની માહિતી આપવામાં આવી છે અને જણાવ્યું છે કે, આ ફીચર્સને ઓન કર્યા બાદ એપ સેલ્યુલર ડેટાની મદદથી ફાઈલ ઓટો ડાઉનલોડ થશે નહીં. ભલે તે સેટિંગમાં ઓટો ડાઉનલોડનું ઓપ્શન ઈનેબલ હોય.

સેલ્ફ-ડિસ્ટ્રક્ટિંગ મેસેજ: એપ પર મળતા આ ફીચરની મદદથી યુઝર્સ તરફથી મોકલેલા કે રિસીવ કરેલા મેસેજને એક સેટ કરવામાં આવેલી ટાઈમ લિમિટ પછી ગાયબ કરી દેશે. વોટ્સએપ અપડેટ્સને મોનિટર કરનારી વેબસાઈટ WABetaInfo અનુસાર હજુ આ ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. ડિસઅપિયરિંગ મેસેજ ફીચર્સને વોટ્સએપના બીટા વર્જન 2.19.275માં જોવા મળ્યું છે. વોટ્સએપનું આ ફિચર સૌ પ્રથમ ગ્રુપ ચેટ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે. આ ફિચરનો ગ્રુપ એડમિન ઉપયોગ કરી શકશે અને નક્કી કરી શકશે કે કોઈ મેસેજ કેટલા સમય બાદ ડિલીટ થઈ જશે.