Home Blog Page 4929

પ્યારની વાત – ૧૬ માર્ચ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 16/03/20 થી 22/03/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહસુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિકચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમા મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિકપ્રસંગમા જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈવસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીયબાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરીકે વેપારમા ફેરબદલીના સારાસમાચાર મળે, ઘરમાકે કુટુંબમા સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમા થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્નબાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિકભાવના સારી જાગે અને ક્યાય્ક ધાર્મિકસ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમા બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમા મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમા ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્યબાબતની કોઈ તકલીફ હોયતો તેમા પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમા કે દામ્પત્યજીવનમા તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિકથાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિક કે ધાર્મિકકાર્યમા કઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ સમાચાર તમારા વિચાર અને  ઉમંગમા વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિક તનાવથી બચવુ, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારીતક દેખાય પરંતુ તેમા હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્યવ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમા ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિકબાબતની ચિંતા અને નવા આયોજનબાબતમા અન્યનો સાથસહકાર મળી  શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમા કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે,  જૂનીવાતકે કામના ઉકેલમા અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે.,મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગક્ષેત્રમા તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમા અચાનક સારા સમાચાર સાંભળવા મળી  જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમા કે નજીકના સગા-સ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકારકે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમા કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારીકામકાજમા ધાર્યું થવાથી ઉત્સાહમા વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમા ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગક્ષત્રમા આયોજન કરી કામકાજ કરતા સારાપરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિકબાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમા લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીતકે મિલનમુલાકાતમા કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આસપ્તાહ દરમિયાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તોતેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામા સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનુ આયોજન થઈ શકે છે.


કામકાજમાં ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થાય પણ તેમા પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમા સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમિયાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલનમુલાકાતમા તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરીકે પ્રવાસનુ આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય, કામકાજમા મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમા રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 16/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.


આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.


આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.


આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.


આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.


આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.


આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ તા. 16/03/2020

PM મોદીએ સાર્ક દેશોના વડાઓ સાથે કોરોના વાઇરસ મુદ્દે બેઠક યોજી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો.  વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા  એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું.  શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મોદીનો અનેક દેશોના વડાઓ જોડે સંવાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદમાં શ્રીલંકાના ગોટબાયા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ, નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી. ભૂતાનના લોટે શેરિંગ, બંગલાદેશના વડા પ્રધાન શેખ હસિના, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને પાકિસ્તાનના વડા પ્રધાનના સ્વાસ્થ્ય કેસોના વિશેષ સહાયક જફર મિર્ઝા સામેલ થયા હતા.

 મોદીએ કોરોના વાઇરસ માટે શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસના આશરે 150 કેસો સામે આવ્યા છે, જેથી આપણે સર્તક રહેવાની જરૂર છે, પણ આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીના મધ્યમાંથી ભારતમાં પ્રવેશ કરવાવાળા લોકોની તપાસ કરવાનું શરૂ કર્યું છે અને ધીમે-ધીમે પ્રવાસ પર પ્રતિબંધોમાં વધારો કર્યો હતો.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કહ્યું હતું કરે કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી સમસ્યાઓનો સામનો કરવા આપણાં અર્થતંત્રોએ એક વ્યવસ્થા તંત્ર બનાવવું જોઈએ.

બંગલાદેશના વડા પ્રધાન શેખ હસિનાએ કકહ્યું હતું કે કોવિડ-19થી સંકળાયેલા મુદ્દો પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી શકીએ છે, જ્યારે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું હતું કે ટેલી-મેડિસન માટે એક નેટવર્ક બનાવવા માટે પ્રસ્તાવ આપ્યો હતો.

સરકારનો મોલ-મલ્ટિપ્લેક્સ અને શૈક્ષણિક કાર્ય બે સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઇરસ સામે તકેદારી સ્વરૂપે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સરકારે રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બે સપ્તાહ સુધી એટલે કે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રહેશે.

મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ એ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.-

  • રાજ્યમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલથી બે સપ્તાહ માટે બંધ રહેશે.
  • હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે એ યથાવત રહેશે
  • રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે*
  • રાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ  સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે*
  • રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ  સંપ્રદાયો ને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે*
  • રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.રાજ્યમાં જાહેર સ્થળો એ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

 

 

 

માઇક્રોસોફ્ટને ઘેરેઘેર પહોચાડનાર બિલ ગેટ્સે બોર્ડ છોડ્યું

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ કોર્પના સહસંસ્થાપક બિલ ગેટ્સે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ તેઓ હવે સામાજિક કાર્યો માટે સમય આપશે. તેમણે 1975માં કંપનીની સ્થાપના કરી હતી અને માઇક્રોસોફ્ટે સૌથી મોટી સોફ્ટવેર ડેવલપિંગ કંપની બનાવી હતી. બિલ ગેટ્સ 54 વર્ષના છે. અને પાછલા એક દાયકાથી તેઓ કંપનીની જવાબદારીઓ ઓછી કરવાના કામમાં લાગેલા હતા. તેઓ ત્યારે હાલના CEO સત્ય નડેલાના માર્ગદર્શક તરીકે ઉત્પાદકતા, હેલ્થ સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો પર કામ કરી રહ્યાં હતા. જોકે તેઓ આવું કરવાનું ચાલુ રાખશે.

તેમણે એક બ્લોગમાં લખ્યું હતું કે માઇક્રોસોફ્ટ મારા જીવનમાં એક મહત્ત્વનો હિસ્સો છે. કંપનીનું વિઝન નક્કી કરવામાં અને મહત્ત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવામાં હું સત્યા અને ટેક્નિકલ લીડરશિપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.

ગેટ્સના નેતૃત્વમાં માઇક્રોસોફ્ટ પર્સનલ કોમ્પ્યુટર ના શરૂઆતના દિવસોમાં બિઝનેસ અને હોમ મશીન માટે બેઝીક સોફ્ટવેરની સુવિધા આવતી કંપનીઓમાં વિશ્વની મુખ્ય સોફ્ટવેર કંપનીઓમાંની એક બની રહી.  વિશ્વના 10 શ્રીમંતોની યાદીમાં તેઓ સામેલ રહ્યા હતા. જોકે હવે તેઓ પરોપકારનાં કાર્યો કરશે.

 

કોંગ્રેસના પાંચ વિધાનસભ્યોનાં રાજીનામાં, ભાજપના છ વિધાનસભ્યો નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ઉપર 26 માર્ચે મતદાન થવાનું છે એ અગાઉ જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ રાજકારણનો સહારો લેવો પડ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવાર જાહેર થયા છે. આમ રાજ્યસભાની ચૂંટણી ભાજપે રસાકસીભરી બનાવી દીધી છે. વળી, ભાજપના ગુજરાતના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ રાજ્યસભામાં તેમના ત્રણેત્રણ ઉમેદવાર જીતશેના દાવા કરી રહ્યા છે એટલે ભાજપ દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્યતા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની તજવીજમાં લાગી ગઈ છે. બીજી બાજુ  કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે દાવો કર્યો છે કે ભાજપના છ નારાજ ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, જેમાંથી ઉત્તર ગુજરાતના ત્રણ ધારાસભ્યો હાલમાં રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે રિસોર્ટમાં છે.

 કોંગ્રેસના ચાર ધારાસભ્યોનાં રાજીનામાં

પ્રાપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે. જોકે બે ધારાસભ્યો શનિવારે રાત્રે વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. સુરેન્દ્રનગર લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા જેઓ કોળી પટેલ છે તેમ જ ધારીના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ અધ્યક્ષને પોતાનાં રાજીનામાં સુપરત કરીદીધાં હોવાના અહેવાલ  છે. આ ઉપરાંત અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ જયપુર ગયા નથી અને તેમણે પણ રાજીનામું આપી દીધું છે. ડાંગના એમએલએ મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દીધું છે. આમ આ ચારેય ધારાસભ્યોનાં રાજીનામાં અંગે વિધાનસભામાં સોમવારે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે.

કોંગ્રેસે ક્રોસ વોટિંગથી બચવા વિધાનસભ્યોને જયપુર રવાના કર્યા   

કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને અમદાવાદથી વિમાન માર્ગે જયપુર લઈ જવામાં આવ્યા છે. આ સિવાય પાંચથી છ ધારાસભ્યો જમીન માર્ગે રાજસ્થાન જવા રવાના થતા ગુજરાતમાંથી બહાર જનારા ધારાસભ્યોની સંખ્યા ૨૦થી ૨૨ની હોવાનું મનાય છે. કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો ભાજપના સતત સંપર્કમાં છે અને ભાજપ સાથે ક્રોસ વોટિંગથી માંડીને રાજીનામાં ધરી દેવા સુધીની તૈયારી દર્શાવી હોવાનું કોંગ્રેસના જ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે.

 ભાજપના છ વિધાનસભ્યો નારાજ, ત્રણ ઉત્તર ગુજરાતના

તેમણે જણાવ્યું હતું કે ‘કોંગ્રેસના એક પણ નારાજ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં નથી, પરંતુ ભાજપનાના છ ધારાસભ્યો નારાજ છે અને હાલ તેઓ અમારા કેમ્પમાં છે. જયરાજસિંહે જણાવ્યું કે ભાજપ તેમના નારાજ ધારાસભ્યોને શોધી બતાવે. ભાજપે ક્યાં ધારાસભ્યને રાજ્યસભામાં મૂક્યા છે અને તે ક્યાં ગામના છે? તે ભાજપ તપાસ કરાવે છે.

 

 

 

 

સ્ટેટ બેન્ક બેરહેમ અને અયોગ્ય છેઃ નાણાપ્રધાન સીતારામન

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેન્ક હદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે કહ્યું કેમ કે આસામમાં ચાના બગીચાના કામ કરતા કામદારોના અઢી લાખ બેન્ક ખાતાં કાર્યરત નહોતા થયાં. તેમનો સ્ટેટ બેન્કના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતો વિડિયો વાઇરલ થયો છે.

સીતારામન સ્ટેટ બેન્ક પર થયા લાલઘૂમ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્કના ચેરમેનને કહ્યું હતું કે મને ગેરમાર્ગે ના દોરો, તમે મને આ મામલે દિલ્હીમાં મળો અને આ બાબતને હું છોડીશ નહીં. આ પૂરેપૂરી કામચોરી છે. આ નિષ્ફળતા માટે હું સંપૂર્ણ રીતે તમને જવાબદાર ગણું છું અને આ મુદ્દે હું તમારી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશ. તમે ચા બગીચાના કોઈ પણ કામદારને નુકસાન ના થવું જોઈએ અને જલદીમાં જલદી તેમનાં ખાતાં ખૂલી જવાં જોઈએ.

 

ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એસોસિયેશનનો દાવો છે કે સોશિયલ મિડિયા પર વાઇરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં એ ખુલાસો થાય છે કે નાણાપ્રધાને ફેબ્રુઆરીમાં આયોજિત એક સંપર્ક કાર્યક્રમમાં એસબીઆઇના ચેરમેનને આડે હાથ લીધા હતા. નાણાપ્રધાને એસબીઆના ચેરમેન રજનીશકુમારની તીખી આલોચના કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે તેઓ ઋણ દેવામાં વિશેષરૂપે ચાના બગીચામાં કામદારોને લોન આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

સુવિચાર – ૧૫ માર્ચ, ૨૦૨૦