ચીન: રાજધાની બેઇજિંગમાં સૌથી ઊંચી ઇમારત સિટીક ટાવર સાથે એક વિમાન અથડાયું છે. અહેવાલો દર્શાવે છે કે 109 માળની ઇમારત સાથે એક નાનું વિમાન અથડાયું હતું. અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
A small plane crashes into a 109-story skyscraper in Beijing, sending debris down the building’s side.
Local reports say the pilot Liu Junhua was conducting a solo flight in the local airspace, took off from Shifosi Airport at 17:30, and at 17:40 prepared to return for landing.… pic.twitter.com/drmOgMvQ9E
— Breaking Aviation News & Videos (@aviationbrk) June 26, 2026
આ વીડિયોમાં 1,700 ફૂટ ઊંચી ઇમારત પરથી નાના વિમાનના ટુકડા પડતા દેખાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી ગાઢ ધુમાડો નીકળ્યો હતો. જ્યાં કાટમાળ વિખેરાઈ ગયો હતો. આ ટક્કરથી બે બારીઓ તૂટી ગઈ હતી અને વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. વિડીયોમાં વિમાનના ટુકડા જમીન પર પડતા દેખાય છે.
આ બેઇજિંગનો સૌથી ઊંચો ટાવર છે. આ ખૂબ જ ઊંચી ઇમારત ચાઓયાંગ જિલ્લાના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે. ચાઇના ઝુન તરીકે ઓળખાતી, આ ઇમારત 1,700 ફૂટ ઊંચી છે. સ્થાનિક મીડિયા અનુસાર, વિમાન B-12PP વિમાન હોવાનું કહેવાય છે. અકસ્માતમાં થયેલા જાનહાનિની સંખ્યા અંગે તાત્કાલિક કોઈ માહિતી નથી.
એક અહેવાલ મુજબ, પાઇલટ એકલો ઉડાન ભરી રહ્યો હતો અને શિફોસી એરપોર્ટથી અડધો કલાક વહેલો જ ઉડાન ભરી ગયો હતો. વિમાન સાંજે 5:40 વાગ્યે લેન્ડિંગ માટે એરપોર્ટ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે તે તેના નિર્ધારિત રૂટથી ભટકાઈ ગયું. બેઇજિંગના પૂર્વ ફિફ્થ રિંગ રોડ વિસ્તારમાં સિગ્નલ ગુમાવ્યા ત્યાં સુધી ફ્લાઇટ મોનિટરિંગ સિસ્ટમ્સે પ્લેનને ટ્રેક કર્યું. ત્યારબાદ પ્લેનનો સંપર્ક તૂટી ગયો અને તેને ફરીથી કનેક્ટ કરી શકાયું નહીં. બેઇજિંગ બચાવ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.



