ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિવસને દિવસે ચિંતાજનક રીતે વધતા જઈ રહ્યા છે. કોરોના વાયરસ ગુજરાતમાં સતત પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 108 જેટલા કેસો નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 1851 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં કુલ 91 જેટલા નવા કેસો સામે આવ્યા છે અને આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1192 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં 68 જેટલા કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી આવ્યા છે. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે પ્રેસ કોન્ફરન્સમાં આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં ગઈકાલે સાંજથી લઈને અત્યાર સુધી કુલ નવા 108 કેસ નોંધાયા છે તો ચાર લોકોના મૃત્યુ પણ થયા છે. આ 108 પૈકી કેસોમાં 91 કેસ અમદાવાદ, અરવલ્લીમાં 6, રાજકોટમાં 2, સુરતમાં 2, કચ્છમાં 2, વડોદરા, મહેસાણા અને પંચમહાલમાં એક એક કેસ નોંધાયો છે. તો ચાર મૃત્યુમાં અમદાવાદમાં બે અને સુરતમાં બે મૃત્યુ નોંધાયા છે. તો એક વ્યક્તિ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 67 લોકોના મોત થયા છે.
પ્રથમ એ વાત નોંધી લો કે આ ફેક ન્યૂઝ નથી. હેલિકોપ્ટર મની એ શબ્દ અર્થશાસ્ત્રીઓમાં વપરાતો શબ્દ છે. થિયરી થોડી અઘરી છે એટલે સમજવા માટે હેલિકોપ્ટર મની શબ્દ વપરાય છે. અર્થતંત્રમાં મંદી બેસી ગઈ હોય ત્યારે તેને દૂર કરવા માટે અને લોકો પૈસા વાપરતા થાય તે માટે ‘પૈસા ફેંકવા’ પડે. હેલિકોપ્ટર ઉપરથી નોટો ફેંકે અને નીચે નાગરિકો તેને ઝીલે – સાચેસાચ નહિ, પણ પ્રતીકાત્મક રીતે. સરકાર આરબીઆઈ પાસે નાણાં માગે એટલે આરબીઆઈ ચલણી નોટો છાપે અને છાપેલી નોટો આપીને સરકારના બૉન્ડ ખરીદી લે. સરકાર પાસે હવે નાણાંની છત થાય એટલે ‘રાહત કાર્યો’ અથવા માળખાકીય સુવિધાના કેપિટલ પ્રોજેક્ટ્સ શરૂ કરે. રસ્તા, બંધો, પુલો, એરપોર્ટ, સ્ટેડિયમ, હોસ્પિટલ, શાળાઓ સરકાર જરૂરિયાત પ્રમાણે પ્રોજેક્ટ ધમધમતા ચાલુ કરે એટલે દેશમાં નાણું ફરતું થાય.
જૂના જમાનામાં દુકાળ પડતો ત્યારે રાજાઓ કુવા અને વાવ ગળાવતા, રસ્તા બંધાવતા અને પોતાના મહેલો અને કિલ્લો ચણાવાત. એવા આ ‘રાહત કાર્યો’ની આધુનિક રીત છે કે સંકટ સમયે નાગરિકોની સીધી રોકડ સહાય. દાખલા તરીકે, મહિલાઓના જનઘન ખાતાઓમાં પાંચસો પાંચસો રૂપિયા સરકારે જમા કરાવવાની જાહેરાત કરી છે. એ જ રીતે કોરોનાના કારણે સસ્તા અનાજની દુકાનેથી દર મહિને જેટલું અનાજ મળતું હતું, તેટલું જ બીજું અનાજ ત્રણ મહિના સુધી મફત આપવાની જાહેરાત થઈ છે. તે રીતે લગભગ 1.70 લાખ કરોડની સહાયની જાહેરાત થઈ હતી. આરબીઆઈના ગર્વનરે શુક્રવારે જાહેરાત કરીને બીજા એક લાખ કરોડની જાહેરાત કરી છે. 50,000 કરોડ બેન્કો અને નાણાં સંસ્થાઓને અપાશે, જેથી તેઓ આગળ ધિરાણ આપી શકશે. 50,000 કરોડ નાબાર્ડ, સિડબી અને નેશનલ હાઉસિંગ બોર્ડને અપાશે, જે આગળ ખેડૂતો, નાના વેપારીઓ અને આવાસ માટે હળવી શરતોથી ધિરાણ આપી શકે.
પરંતુ આ વખતનું સંકટ બહુ મોટું છે. સ્વાસ્થ્યનું સંકટ કદાચ એક કે બે મહિનામાં ટળી જશે, પણ તેની પાછળ આવેલું આર્થિક સંકટ બીજા બે ચાર મહિના ચાલશે તેવી ચિંતા છે. તે વખતે ગરીબ, રોજમદાર, ખેતમજૂરથી માંડીને નાના વેપારી અને કારખાનેદાર ઉપરાંત એરલાઇન્સ અને ટુરિઝમ ક્ષેત્રને પણ મદદ કરવી પડશે. તેના માટેના નાણાં ક્યાંથી આવશે તે ચિંતા છે. અત્યાર સુધીમાં થયેલી જાહેરાત ભારતના જીડીપીના એકથી દોઢ ટકા જેટલી થાય છે. સરખામણીમાં અમેરિકાએ જીડીપીના 10 ટકાની 2.2 ટ્રિલિયન ડૉલરની સહાય આપવાની જાહેરાત કરી છે. ભારતમાં પણ જીડીપીના 5 ટકા અથવા પાચ લાખ કરોડ રૂપિયાની રાહતો અર્થતંત્રને આપવી પડશે તેવો સૂર ઉઠ્યો છે.
અમેરિકાના મોટી સંખ્યામાં નાગરિકોને માથાદીઠ 1200 ડૉલરનો ચેક આપી દેવાનો નક્કી થયો છે. ભારતે જનધનમાં 500 રૂપિયા નાખ્યા તે બહુ નાની રકમ છે. ખેડૂતોને 2000 મળ્યા છે, પણ તે અગાઉથી થયેલી જાહેરાત હતી. આ સંજોગમાં નાગરિકોને સીધી સહાય કેવી રીતે થશે તેની જાહેરાત કેન્દ્ર સરકાર કરશે ત્યારે ખબર પડશે. વડા પ્રધાન અને નાણા પ્રધાન વચ્ચે બેઠક થઈ છે. આરબીઆઈની રાહતો પછી ઉદ્યોગો અને સેક્ટર્સ માટે અલગથી હજી એક-બે જાહેરાતો થશે તેની રાહ જોવાય છે.
આ બધી ચર્ચા વચ્ચે હેલિકોપ્ટર મનીની ચર્ચા પણ ચાલી છે. અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતે અત્યારે હેલિકોપ્ટર મનીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. ટૂંકમાં કહીએ તો આરબીઆઈ ચલણી નોટો છાપે અને સરકારને આપે. સરકાર વાપરે અને સહાય આપે. મરજી પ્રમાણે નોટો છાપવું સલાહભર્યું હોતું નથી. કોઈ સરકાર એમ આડેધડ છાપતી પણ નથી, કેમ કે તેના કારણે ઉલટાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય. 1990-91માં ભારતમાં નાણાંકીય સ્થિતિ બહુ તંગ થઈ ગઈ હતી અને વિદેશી હૂંડિયામણ બચ્યું નહિ તેથી વિમાન ભરીને સોનું લંડન મોકલવું પડ્યું હતું. તેથી બહુ સંભાળપૂર્વક નોટો છાપવાની હોય છે. અમેરિકા કે જાપાન જેવા વિકસિત દેશો નોટા છાપવાને કારણે ઊભી થનારી અસરોને સહન કરી શકે, પણ ભારત જેવા વિકાસશીલ દેશો માટે સ્થિતિ સંભાળવવી મુશ્કેલ બને. સૌથી મોટો ભય ફુગાવો અને વિદેશી હૂંડિયામણની ઘટની હોય છે.
એક આડવાત કરી લઈએ કે જાપાનની સરકારે ‘હેલિકોપ્ટર મની ફેંક્યા’ છે એવી ચર્ચા ચાલી છે. બેન્કો ઑફ જાપાન અત્યારે સરકાર જેટલી પણ રકમના બોન્ડ બહાર પાડે તે ખરીદી રહી છે. જાણકારો કહે છે કે આડકતરી રીતે બેન્ક ઑફ જાપાન નોટો છાપીને જાપાન સરકારને આપી રહી છે. જોકે બેન્ક તરફથી આ બાબતમાં ઇનકાર કરાયો છે.
2019માં બીજી વાર મોદી સરકાર આવી તે પછી કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરીને 1.75 લાખ કરોડની આવક ગુમાવી જ હતી. નોટબંધીને કારણે નાના વેપારધંધાની પનોતી બેઠી હતી તે ગઈ નથી અને બેરોજગારી વધતી જ રહી છે. ગ્રામીણ વિસ્તારની ખરીદ શક્તિ ઘટી છે. તેથી જીએસટી અને સીધા કરવેરાના લક્ષ્યાંકો આમ પણ પૂરા થવાના નહોતા. ક્રૂડનો ભાવ ઘટી ગયો, પણ કોરોનાના કારણે વપરાશ સાવ જ ઘટી ગયો તેથી ફાયદો ધોવાઈ ગયો છે. સરકારે ફિસ્કલ ડેફિસિટને મહદ અંશે કાબૂમાં રાખી હતી એટલે થોડી ઉધારી કરવાની મોકળાશ હતી, પણ હવે કોરોનાએ ગણિત બગાડ્યું છે. કોરોના ક્યારેય અટકશે અને ક્યારથી પૂર્ણપણે આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થાય ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે.
તેથી સરકાર પાસે અત્યારે નોટોને પ્રિન્ટ કર્યા સિવાય બીજો વિકલ્પ નથી તેવો મત ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી ન્યાય યોજના પ્રમાણે સૌને સીધી સહાય આપો. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક નિષ્ણાતે પણ કહ્યું છે કે યુનિવર્સલ બેઝિક ઇન્કમ એક સારો ઉપાય છે. 500 રૂપિયા સીધા જનધનમાં અપાયા તે તેનું નાનકડું સ્વરૂપ છે. બીજું મનરેગાના કામો માટે કલેક્ટર્સને ફ્લેક્સિબિલીટી અપાઈ છે. શું કામ કરવું તે નક્કી ના હોય તો પણ મનરેગા પ્રમાણે ચૂકવણી કરવી તેવું નક્કી થયું. તે પણ આડકતરું આનું જ સ્વરૂપ છે. પરંતુ જરૂર પડવાની છે કે પાંચ કે દસ લાખ કરોડ રૂપિયાની. અને તેથી નોટો છાપવાની વાત છે.
અર્થશાસ્ત્રી ઉપરાંત નેતાઓમાંથી તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે ગયા અઠવાડિયે એવા મતલબની વાત કરી કે કેન્દ્ર સરકારે ‘હેલિકોપ્ટરમાંથી નાણાં ફેંકવા’ જોઈએ. આગળ વાત રીતે પ્રમાણે સાચેસાચ નથી ફેંકવાના, પણ અર્થશાસ્ત્રનો આ કન્સ્પેટ છે તેનો ઉપયોગ કરવાનો છે. હેલિકોપ્ટર મની એ શબ્દ પાંચ દાયકા પહેલાં અર્થશાસ્ત્રી નોબેલ વિજેતા મિલ્ટન ફ્રાઇડમેને આપ્યો હતો. અર્થતંત્રને સુસ્તીમાંથી બહાર લાવવા નોટો છાપવાનો વિચાર પણ તેમનો જ હતો. તેમના કન્સેપ્ટ પ્રમાણે અચાનક મોટા પ્રમાણમાં રોકડ લોકોમાં ફરતી થાય એટલે ખરીદી વધે. માગ વધે એટલે પુરવઠો વધારવા કોશિશ થાય. પુરવઠો વધારવા માટે એક્ટિવિટી વધે તેના કારણે રોજગારી વધે અને રોજગારી વધે એટલે તે નાણું પણ ફરી વપરાતું થાય અને ફરી નવી માગ ઊભી કરતું થાય. આ રીતે મંદીનું ચક્ર અટકે અને તેજી તરફ ફરતું થાય.
જોકે તેની આડઅસર એ હોય છે કે અચાનક લોકોના હાથમાં પૈસા આવે ત્યારે માગ વધે અને પુરવઠો હોય નહિ તેથી મોંઘવારી વધે. ફુગાવો વધી જાય અને પુરવઠા માટે આયાત વધે તો મોટા પાયે વિદેશી હૂંડિયામણ પણ ખાલી થઈ જાય. આપણી ભાષામાં વાત કરીએ તો ઉપરથી નોટોનો વરસાદ થાય એટલે લોકો કામધંધો કંઈ કરે નહિ અને પૈસા અહીંતહીં વેડફી જ નાખે એટલે હતા ત્યાંના ત્યાં. આ પ્રકારના સર્વે પણ થયા છે અને સર્વેમાં મોટા ભાગે નોટો છાપવાથી અમુક હદથી વધુ ફાયદો થતો નથી તેવું જ તારણ નીકળે છે.
યુરોપના 12 દેશોમાં થયેલા અભ્યાસ અનુસાર બહુ ફાયદો થતો નથી. આ અભ્યાસમાં એવું જોવા મળ્યું હતું કે જો યુરોપના નાગરિકને એક વર્ષ સુધી દર મહિને 200 યુરો મળે તો 2400 યુરોમાંથી ઘણી બચત કરીને બેન્કમાં જ રાખશે. એટલે કે બધા નાણાં વાપરી નાખશે નહિ. 52% ટકાએ કહ્યું કે આમ લોટરીની જેમ નાણાં મળી જાય તે બેન્કમાં જ મૂકી દેવાયને! માત્ર 26% ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે તેઓ આ નાણાં વાપરી નાખશે. 15% તે રકમ દેવું ચૂકતે કરવા માટે વાપરવાના હતા. બાકીના ઉત્તરદાતાએ થોડા વાપરશે અને થોડા ઇન્વેસ્ટ કરશે એમ જણાવ્યું હતું.
આ સર્વે ઉપરાંત વાસ્તવમાં એવું બન્યું પણ હતું. 2007-08માં અમેરિકામાં નાણાકીય બજાર બેસી ગઈ ત્યારે અમેરિકાની સરકારે તેને બચાવી લીધી હતી. ડૉલરની લીલી નોટો છાપીને બેન્કો અને નાણાંકીય સંસ્થાઓને નાદાર થતી બચાવી લેવાઈ હતી, પણ તે પછી અર્થતંત્ર ધાર્યા પ્રમાણે ફરીથી તેજી તરફ વળ્યું નહોતું. અમેરિકાની સરકારે જ બધી ખોટ ભોગવવાનું આવ્યું. અમેરિકા અને જાપાન જેવી જંગી ઇકોનોમી જ આવી ખોટ સહન કરી શકે. ચીનું અર્થતંત્ર પણ તગડું થયું છે, પણ સામે વસતિ બહુ મોટી હોવાથી અને માથાદીઠ ગણતરીએ તે ઘણું પાછળ હોવાથી ચીન માટે પણ આવો ઉપાય બહુ કામનો નહિ.
તો પછી ભારતમાં તો ‘હેલિકોપ્ટરમાંથી નોટું નાખવાની’ વાત ગુબ્બારા જેવી જ સાબિત થવાનીને? કંઈ કહેવાય નહિ, કેમ કે અત્યારે આવી ચર્ચાઓ માત્ર અર્થશાસ્ત્રીઓ વચ્ચે થઈ રહી છે. કે.સી. રાવની જેમ કોઈ મુખ્ય પ્રધાને પણ હેલિકોપ્ટર મનીની વાત કરી નથી. બધા મુખ્ય પ્રધાનો વધારે રાહત માગી રહ્યા છે, પણ તેમને કદાચ રાવની જેમ હેલિકોપ્ટર મની એ શું તેની ખબર નહિ હોય! બીજું આગળ વાત કરી તે પ્રમાણે અમેરિકા, જાપાન, જર્મની કદાચ તે માટે વિચારી શકે પણ ચીન અને ભારત માટે હજીય તે વિકલ્પ મુશ્કેલ છે. મુશ્કેલ છે અથવા મર્યાદિત છે. મર્યાદિત પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરવાનો રહે. પણ સત્તાવાર આની કોઈ ચર્ચા નથી એટલે આ બાબતમાં કોઈએ ફેક ન્યૂઝ ફેલાવવાના નહિ કે ઉપરથી હેલિકોપ્ટર નોટું નાખવાના છે!
સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.
લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.
સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.
મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.
વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.
જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.
ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.
યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.
કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.
સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે. પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.
આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.
આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિક થાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મક વિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.
આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
નવી દિલ્હીઃ પેટ્રોલ પમ્પ્સ પર કામ કરી રહેલા કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નક્કી કર્યું છે કે દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળાને કારણે જે ગ્રાહકો ફેસ માસ્ક પહેર્યા વગર પેટ્રોલ પમ્પ્સ પર આવે એમને ઈંધણ વેચવું નહીં.
એસોસિએશનના પ્રમુખ અજય બંસલે કહ્યું છે કે અમે અમારા કર્મચારીઓની સુરક્ષાને ખાતર આ નિર્ણય લીધો છે. કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ છે ત્યારે દેશભરમાં રીટેલ ઈંધણ આઉટલેટ્સ ખાતે જે ગ્રાહકો ફેસ માસ્ક પહેર્યા વગર ઈંધણ ભરાવવા આવે એમને ઈંધણ વેચવામાં નહીં આવે.
બંસલે કહ્યું કે, દેશભરમાં પેટ્રોલ પમ્પ્સ વર્ષના 365 દિવસ અને ચોવીસ કલાક ખુલ્લા રાખવામાં આવે છે. સરકારે પેટ્રોલ પમ્પ્સને આવશ્યક સેવાઓ તરીકે ઘોષિત કર્યા છે ત્યારે અમારા કર્મચારીઓને સતત ગ્રાહકો સાથે સંપર્કમાં રહેવું પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમે નક્કી કર્યું છે કે જે ગ્રાહકે ફેસ માસ્ક પહેર્યું ન હોય એને ઈંધણ વેચવું નહીં.
અમારો આ નિર્ણય ગ્રાહકો તેમજ અમારા કર્મચારીઓ, બધાયના હિતમાં છે. એને કારણે ગ્રાહકોને બહાર નીકળે એટલે દર વખતે ફેસ માસ્ક પહેરવાની ફરજ પડશે, એમ બંસલે વધુમાં જણાવ્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાઈરસને કારણે રાજ્યમાં લાગુ રહેલા લોકડાઉનની સ્થિતિ અંગે આજે ફરી રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. રાજ્યમાં લોકડાઉન દરમિયાન અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાં વિશે એમણે વાત કરી હતી.
ઠાકરેએ કહ્યું કે 20 એપ્રિલથી રાજ્યમાં લોકડાઉનમાં તબક્કાવાર છૂટ આપવામાં આવશે.
જોકે નાગરિકોને તેમણે વિનંતી પણ કરી છે કે જે વિસ્તારોમાં અવરજવરની છૂટ આપવામાં ન આવે ત્યાંના લોકો ઘરની બહાર નીકળવાનું બિનજરૂરી સાહસ ન કરે.
ઠાકરેએ એ વાતની નોંધ લીધી હતી કે મહારાષ્ટ્રમાં અમુક રાજ્યોમાં કોરોના વાઈરસના ખૂબ ઓછા કેસ નોંધાયા છે. રાજ્યના જે જિલ્લાઓમાં કોરોનાનો ચેપ લાગ્યો નથી ત્યાં અને ઓરેન્જ ઝોનમાં નાણાકીય કામકાજો થવા દેવામાં આવશે, પરંતુ જિલ્લાઓની સીમાઓ તો બંધ જ રખાશે.
ઠાકરેએ સ્થળાંતરિત કામદારો-મજૂરોને ફરી ખાતરી આપી હતી કે દેશવ્યાપી લોકડાઉન જેવું ઉઠાવી લેવામાં આવશે કે તરત એમને તેમના વતન જવાની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે ત્યાં સુધી તમે આ જ રાજ્યમાં રહો.
20 એપ્રિલથી મહારાષ્ટ્રમાં જૂજ જિલ્લાઓમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફરીથી શરૂ કરવા દેવાનો સરકારનો પ્લાન છે.
મુંબઈઃ કોરોના વાઈરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે 80ના દાયકાની લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણનું હાલ દૂરદર્શન પર પુનઃપ્રસારણ કરાઈ રહ્યું છે. આ સિરિયલના મુખ્ય પાત્રો ભજવનાર કલાકારો પોતપોતાના અનુભવો જણાવી રહ્યાં છે.
સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયા-ટોપીવાલાએ પણ એક ઈન્ટરવ્યૂમાં અમુક રસપ્રદ વાતો કહી છે.
દીપિકાનું કહેવું છે કે એમને કોઈ હિન્દી ફિલ્મમાં કોઈ સશક્ત અને અર્થપૂર્ણ ભૂમિકા ભજવવાની ઈચ્છા છે. ખાસ કરીને એમને કોઈ વર્તમાન સમસ્યાને આવરી લેતી કોઈ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં કામ કરવાની બેહદ ઈચ્છા છે.
દીપિકા ચિખલીયા એક હિન્દી ફિલ્મમાં અભિનય કરી રહ્યાં છે જેમાં આયુષ્માન ખુરાના અને યામી ગૌતમની મુખ્ય જોડી છે. મારે ઘણી વધારે જવાબદારીઓ નિભાવવાની હતી એટલે હું ફિલ્મોથી દૂર રહી છું. મારે એક દીકરી છે. એ હવે મોટી થઈ ગઈ છે અને પોતાનું ધ્યાન સ્વયં રાખી શકે છે એટલે હું ફિલ્મમાં ફરી કામ કરવા તૈયાર છું.
દીપિકાએ વધુમાં કહ્યું કે, દિલ્હીની નિર્ભયા ગેંગરેપ કેસ એમને ખૂબ જ હચમચાવી ગયો છે. ‘જ્યારે પણ હું નિર્ભયા રેપ કેસને લગતા સમાચાર ટીવી પર જોઉં છું અને નિર્ભયાનાં માતા આશાદેવીને જોઉં છું ત્યારે એમની પીડા કેવી હશે એ હું સમજી શકું છું. નિર્ભયા અને એના માતાની પીડાને દરેક મહિલા સમજી શકે. આ કેસમાં ન્યાય આવતા સાત વર્ષ નીકળી ગયા. આટલા વર્ષો દરમિયાન એ માતા સાથે શું બન્યું હશે એ તો એમને જ ખબર હોય.’
દીપિકા ચિખલીયાએ કહ્યું કે જો સમાજના હિતમાં નિર્ભયાનાં જીવન પર ફિલ્મ બનાવાય તો એમાં નિર્ભયાનાં માતા આશાદેવીનો રોલ કરવાનું મને જરૂર ગમશે. મારે એવી ફિલ્મોમાં કામ કરવું જે જેનાં પાત્રો સશક્ત અને હિંમતવાન હોય, વાસ્તવિક જીવનમાં આશાદેવી છે એવા.