બજેટ રજૂ કર્યા પછી નાણામંત્રી નિર્મલા શું બોલ્યા?

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સિતારમને આજે બજેટ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે ભારત હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને કેન્દ્ર સરકાર ઋણ ઘટાડીને જીડીપીના 48.7 ટકા પર આવી ગયું છે જે માર્ચ 2014 માં 52.2 હતું. નાણામંત્રીએ આજે બજેટ2020-21 નું બજેટ રજૂ કરતા કહ્યું કે 2014-19 દરમિયાન સરેરાશ વૃદ્ધિ દર 7.4 ટકાથી વધારે રહ્યો. બજેટ રજૂ કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.

  • પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ગ્રેજ્યુટી અને એનપીએસ પર છૂટ મળતી રહેશે. તેમણે કહ્યું કે, ટેક્સ સિસ્ટમને સરળ બનાવવામાં આવી છે. હવે ટેક્સ ભરવા માટે એક્સપર્ટની પણ જરુર નહી પડે.
  • નાણામંત્રીએ કહ્યું કે, નવી આવકવેરા વ્યવસ્થા વૈકલ્પિક હશે, કરદાતાઓને જૂની વ્યવસ્થા અથવા નવી વ્યવસ્થા બંન્નેમાંથી એકને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
  • અઢી લાખ રુપિયા સુધીની આવક ટેક્સ ફ્રી હશે. અઢી લાખ રુપિયાથી પાંચ લાખ રુપિયા સુધીની આવક પર પાંચ ટકાના દરથી ટેક્સ લાગશે, પરંતુ છૂટ બાદ પાંચ લાખ રુપિયાની આવક પર ટેક્સ નહી લાગે.
  • નાણામંત્રીએ કહ્યું કે, દેશમાં જલ્દી જ નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવશે. શિક્ષણ માટે 99 હજાર 300 કરોડ તેમજ કૌશલ વિકાસ માટે 3000 કરોડ રુપિયા ફાળવવામાં આવ્યા છે.
  • આ બજેટનું લક્ષ્ય લોકોને રોજગારી ઉપ્લબ્ધ કરાવવાનું, વ્યાપારને મજબૂત કરવાનું, તમામ અલ્પસંખ્યકો, અનુસૂચિત જાતિ/જનજાતિની મહિલાઓની અપેક્ષાઓને પૂરી કરવાનું છે.
  • કે ટેક્સ અંગે કોઈને પરેશાન નહીં કરવામાં આવે. કાયદા પ્રમાણે ટેક્સ ચાર્ટર લાવવામાં આવશે. લોકોના મનમાં ટેક્સ અંગેનો ડર ખતમ કરવામાં આવશે. ટેક્સ કલેક્શન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. કુલ મળીને સરકાર ટેક્સ અંગે કરદાતાઓને પરેશાન નહીં કરે. જ્યારે ટેક્સ ચોરી કરનારાઓ માટે કાયદો કડક કરવામાં આવશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]