રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર યુક્રેને UNમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ ઠરાવમાં રશિયન હુમલાની નિંદા કરવામાં આવી હતી અને યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાની માગ કરવામાં આવી હતી. અમેરિકાએ તેની જૂની નીતિઓ વિરુદ્ધ જઈને પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું. અમેરિકાના મતદાને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ભારતે U Nજનરલ એસેમ્બલીના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. સોમવારે યુનાઇટેડ સ્ટેટ્સે UN સુરક્ષા પરિષદના પ્રસ્તાવિત ઠરાવ પર રશિયાની જેમ જ મતદાન કર્યું જેમાં ક્રેમલિનને આક્રમક તરીકે લેબલ કરવામાં આવ્યું ન હતું કે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાને સ્વીકારવામાં આવી ન હતી.
NOW UN Security Council votes against a one-day delay of UKRAINE vote proposed by France and supported by UK https://t.co/GWDqy4wg72 pic.twitter.com/VkKLW11e83
— Pamela Falk Correspondent United Nations (@PamelaFalk) February 24, 2025
અમેરિકાના મતદાનથી આશ્ચર્ય થયુંઆ પ્રસ્તાવ પર મતદાનમાં લગભગ 65 દેશોએ ભાગ લીધો ન હતો. આમાં અમેરિકા, ઇઝરાયલ અને હંગેરીએ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું છે. જો કે, આ પ્રસ્તાવ 93 મતોથી પસાર થયો હતો. સુરક્ષા પરિષદના પાંચ યુરોપિયન સભ્યોના સમર્થન વિના આ ઠરાવ પસાર થયો. અમેરિકા અને રશિયા વચ્ચેનું આ આશ્ચર્યજનક જોડાણ એવા સમયે ઉભરી આવ્યું છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્ર યુદ્ધનો અંત લાવવા માટે વાતચીત કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વિરુદ્ધ રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનો વધુ તીવ્ર બન્યા છે.
અમેરિકાએ પ્રસ્તાવ પર શું કહ્યું?
અમેરિકા વતી યુએનમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમાં રશિયાનો કોઈ ઉલ્લેખ નહોતો, ન તો ક્રેમલિનને આક્રમક કહેવામાં આવ્યું હતું. યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાને પણ સ્વીકારવામાં આવી ન હતી. અમેરિકાએ કહ્યું કે તે યુક્રેન અને રશિયા વચ્ચે લડાઈનો ઝડપી અંત અને કાયમી શાંતિ માટે અપીલ કરે છે.
યુ.એસ. રાજદ્વારી ડોરોથી કેમિલ શિયાએ કહ્યું કે આવા પ્રસ્તાવો યુદ્ધ અટકાવવામાં નિષ્ફળ ગયા છે. આ યુદ્ધ હવે ખૂબ લાંબો સમય ચાલી રહ્યો છે. યુક્રેન અને રશિયા તેમજ અન્યત્ર લોકો આ માટે મોટી કિંમત ચૂકવી રહ્યા છે.
દરખાસ્ત દ્વારા કઈ માંગણીઓ રજૂ કરવામાં આવી છે?
આ ઠરાવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે રશિયન હુમલો 3 વર્ષથી ચાલી રહ્યો છે અને તેની વિનાશક અસર માત્ર યુક્રેન જ નહીં પરંતુ વિશ્વની સ્થિરતા માટે ખતરો છે, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. તેની અસર ફક્ત એક દેશ પર જ નહીં પરંતુ આ યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહી છે. આમાં બંને દેશોમાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ ઠરાવમાં યુક્રેનમાંથી રશિયન સૈનિકોને તાત્કાલિક પાછા ખેંચવાની, યુક્રેનમાં કાયમી અને ન્યાયી શાંતિ સ્થાપિત કરવાની અને યુદ્ધ ગુનાઓ માટે રશિયાની જવાબદારીની માંગ કરવામાં આવી છે. આ થોડી માંગણીઓ પર મતદાન થયું.
