પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDA ગઠબંધને મહિલા મતદારોને લક્ષ્ય બનાવીને મોટું પગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ નો શુભારંભ કરશે. આ કાર્યક્રમમાં તેઓ બિહારની 75 લાખ મહિલાઓનાં બેંક ખાતાંમાં સીધા 10,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. કેન્દ્રની મોદી સરકાર અને બિહારની નીતિશ સરકારના નેતૃત્વમાં ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ત્યાર બાદ મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની વધારાની મદદ પણ આપવામાં આવશે.
‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ થી બિહારની મહિલાઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા શુક્રવારે એટલે કે 26 સપ્ટેમ્બરે ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ નો પ્રથમ હપતાના પૈસા મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે સરકાર તરફથી વિશાળ કાર્યક્રમનું આયોજન થવાનું છે. એ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમ સાથે ઓનલાઈન જોડાશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક અનુદાન 10,000 રૂપિયાનું રહેશે.
बिहार की माताओं-बहनों और बेटियों के कल्याण के लिए डबल इंजन सरकार समर्पित भाव से कार्य कर रही है। इसी क्रम में आज ‘मुख्यमंत्री महिला रोजगार योजना’ का शुभारंभ करना मेरे लिए बहुत गर्व की बात है। https://t.co/pntJaWKPRm
— Narendra Modi (@narendramodi) September 26, 2025
અધિકારીઓએ જણાવ્યું કે રોજગાર શરૂ કર્યા પછી મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની વધારાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. PM મોદી અને બિહારના CM નીતીશકુમારની હાજરીમાં 75 લાખ મહિલાઓના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જન પ્રતિનિધિઓ સિવાય જિલ્લા સ્તરના અધિકારીઓ અને સ્વયં સહાયતા જૂથ સાથે જોડાયેલી આશરે 1000થી વધુ મહિલાઓ ભાગ લેશે.
‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ નો હેતુ શું?
સરકારની આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવો અને સ્વરોજગાર તથા આજીવિકાના અવસરો દ્વારા તેમના સશક્તીકરણને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક પરિવારની એક મહિલાને આર્થિક સહાય આપવામાં આવશે. જેથી તેઓ પોતાની પસંદગીનો રોજગાર અથવા આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરી શકે. જેને કારણે તેઓ ખેતી, પશુપાલન, હસ્તકલા, સીલાઈ અને અન્ય લઘુ ઉદ્યોગોમાં પોતાનું કાર્ય શરૂ કરી શકે.


