દુબઈઃ એશિયા કપ ફાઈનલ મેચમાં પાકિસ્તાન પર ભારતની જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આ ટુર્નામેન્ટ જીત્યા પછી પણ ટીમ ઇન્ડિયાને ટ્રોફી લેવાની ધરાર ના પાડી હતી કેપ્ટન સૂર્યકુમાર યાદવે X પર AI દ્વારા બનાવેલી એશિયા કપ પકડી રહેલી તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તિલક વર્મા પણ દેખાઈ રહ્યો છે. આ સાથે સૂર્યકુમારે લખ્યું, ગેમ પછી ફક્ત ચેમ્પિયન યાદ રહે છે, ટ્રોફીની તસવીર નહીં.
મેચ પછી જ્યારે સૂર્યકુમારને પૂછવામાં આવ્યું કે સાત મેચ જીત્યા બાદ પણ ટ્રોફી ન મળતાં કેવું લાગ્યું? ત્યારે તેણે કહ્યું હતું કે મને લાગે છે કે જ્યારથી મેં ક્રિકેટ રમવાનું અને ફોલો કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી ક્યારેય એવું નહીં જોયું કે ચેમ્પિયન ટીમને ટ્રોફી વગર રાખવામાં આવે. મારું કહેવાનું એ છે કે એ કઠિન મહેનતથી મેળવી છે, સરળતાથી નહીં. આ ટુર્નામેન્ટ જીતવા માટે ભારે મહેનત કરવી પડી હતી.
તેણે કહ્યું હતું કે અમે ચોથી સપ્ટેમ્બરથી અહીં હતા, આજે એક મેચ રમ્યો. બે દિવસમાં સતત બે સારી મેચ રમ્યા. મને લાગે છે કે અમે આના લાયક હતા. અને હું આથી વધુ કંઈ નહીં કહી શકું. મને લાગે છે કે મેં મારી વાત ખૂબ સારી રીતે કહી દીધી છે.
ख़ास जीत, ख़ास टीम 💙
भारतीय कप्तान सूर्यकुमार यादव ने “Edited” ट्रॉफी के साथ जश्न की तस्वीरें साझा कीं।
टीम इंडिया ने पाकिस्तान क्रिकेट बोर्ड के अध्यक्ष मोहसिन नकवी से मूल ट्रॉफी लेने से इनकार कर दिया था।
SKY ने अपनी पोस्ट में लिखा:
“हर प्रयास, हर पल मायने रखता है। इस टीम का… pic.twitter.com/sJDEeP8ZRC— Arshit Yadav (@imArshit) September 29, 2025
મારી ટ્રોફીઓ ડ્રેસિંગ રૂમમાં બેઠી છે
તેણે કહ્યું હતું કે મારી ટ્રોફીઓ મારા ડ્રેસિંગ રૂમમાં બેઠી છે. મારા સાથે બધા 14 ખેલાડીઓ. આખો સપોર્ટ સ્ટાફ- એ જ સાચી ટ્રોફીઓ છે. આ જ સાચી પળ છે, જેને હું યાદગાર રૂપે મારી સાથે લઈ જઈશ અને જે આગળ પણ મારી સાથે રહેશે, બસ એટલું જ.
પાકિસ્તાની પત્રકારે સૂર્યકુમાર યાદવને પૂછ્યું કે તેમણે મોહસિન નકવી પાસેથી ટ્રોફી કેમ ન લીધી, ત્યારે તેણે કહ્યું હતું કે અમે મેદાનમાં જ આ નિર્ણય લીધો હતો. અમને આવું કરવા માટે કોઈએ કહ્યું નહોતું.


