સૂર્યકુમાર યાદવે મેદાનની બહાર પણ કરી પાકિસ્તાનની ધુલાઈ

દુબઈઃ ક્રિકેટના મેદાન પર ભારત–પાકિસ્તાનની સ્પર્ધા હવે દિન–પ્રતિદિન ફિક્કી પડી રહી છે. છેલ્લી સાત મેચોમાં ભારતીય ટીમે જીત મેળવી છે અને રવિવારે એશિયા કપના સુપર-4 મુકાબલા પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનને કડવી સચ્ચાઈનો ઘૂંટ પીવડાવ્યો હતો.

સૂર્યકુમારને એક પાકિસ્તાની પત્રકારે સીધો સવાલ કર્યો હતો કે શું તમને લાગે છે કે પાકિસ્તાને આજે સારું પ્રદર્શન કર્યું? ભારતીય કેપ્ટને કહ્યું: હતું “ર, આ સવાલ પર હું થોડું બોલવા માગું છું. મને લાગે છે કે તમને હવે આ રાઇવલરી વિશે સવાલ પૂછવાનું બંધ કરવું જોઈએ. કેમ કે રાઇવલરી… સ્ટેન્ડર્ડ રાઇવલરી એક જ વાત છે સર. કોઈ ટીમ સારું ક્રિકેટ રમે કે ન રમે.

સૂર્યકુમારે કહ્યું હતું કે મારા મતે જો બે ટીમો 15–20 મેચ રમી રહી હોય અને તેમાં સ્કોર 7–7 હોય કે કોઈ 8–7થી આગળ હોય તો તેને સારી ક્રિકેટ રમવું કહે છે અને તેને જ રાઇવલરી કહે છે. 13–0, 10–1, મને ખબર નથી શું સ્ટેટ છે, પણ હવે આ રાઇવલરી રહી નથી.

અભિષેક શર્માની ટ્વીટ વાયરલ

એશિયા કપ 2025ના સુપર-4 મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો જોવા મળ્યો. રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ દુબઇમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાના યુવા બેટ્સમેન અભિષેક શર્મા અને શુભમન ગિલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ માત્ર ધમાકેદાર બેટિંગથી જ નહીં, પણ મેચ બાદ કરેલા ચાર શબ્દના ટ્વીટથી પણ પાકિસ્તાની ટીમ પર કરારો પ્રહાર કર્યો, જે હવે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અભિષેકે બનાવ્યા અનેક રેકોર્ડ્સ

આ શાનદાર જીતમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’ બનેલા અભિષેક શર્માએ પોતાની તોફાની બેટિંગથી અનેક રેકોર્ડ્સ તોડી નાખ્યા. તેણે T20I મેચમાં ભારતની ઇનિંગની પ્રથમ બોલ પર છગ્ગો ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો. તે ઉપરાંત, તે સૌથી ઝડપથી 50 છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો અભિષેકે માત્ર 24 બોલમાં અર્ધશતક પૂરી કરી હતી અને આ રીતે તેણે પાકિસ્તાન સામે T20Iમાં ભારત માટે સૌથી ઝડપી અર્ધશતક બનાવવાનો યુવરાજ સિંહનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.