ચંડીગઢઃ ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. વર્ષ 2025માં થનારો મહિલા વનડે વિશ્વ કપની યજમાની ભારત કરશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આની જાહેરાત કરી હતી. ભારતમાં આ પહેલાં 2013માં મહિલા વિશ્વ કપ થયો હતો. મુંબઈમાં રમાયેલી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને કપ જીત્યો હતો.
ભારત વર્ષ 2025માં 50 ઓવરના મહિલા વિશ્વ કપનું યજમાનપદ સંભાળશે. ભારતે બર્મિગહામમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં સફળતાપૂર્વક બોલી લગાવી હતી.
We were keen on hosting the ICC Women’s Cricket World Cup 2025 and we are glad we have won the hosting rights for this marquee clash on the women’s calendar: Mr. @SGanguly99, President, BCCI. pic.twitter.com/EunxbtAfRG
— BCCI Women (@BCCIWomen) July 27, 2022
આ બેઠકમાં પાંચ વર્ષનો ભવિષ્યના પ્રવાસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. મહિલાઓના T20 વિશ્વ કપ 2024માં બંગલાદેશ અને 2026માં ઇંગ્લેન્ડમાં થશે. પહેલી મહિલા T20 ચેમ્પિયનશિપ શ્રીલંકામાં થશે.