એશિયા કપ ક્રિકેટ-2022 શ્રીલંકાને બદલે યૂએઈમાં યોજાશે

મુંબઈઃ ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં રાજકીય અને આર્થિક કટોકટી સર્જાઈ હોવાને કારણે એશિયા કપ ક્રિકેટ સ્પર્ધા ત્યાં નહીં યોજાય અને તેને બદલે સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં યોજાશે. એશિય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત ટ્વેન્ટી-20 વર્લ્ડ કપની પૂર્વતૈયારી રૂપે 9 એશિયાઈ ટીમો વચ્ચેની સ્પર્ધા શ્રીલંકામાં જ યોજાશે.

શ્રીલંકાની સંસદે દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીને એક મહિના માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. તેને કારણે એશિયા કપ સ્પર્ધાને યૂએઈમાં ખસેડવી પડી છે, એમ એસીસીના પ્રમુખ જય શાહે એક નિવેદનમાં જણાવ્યું છે.