બર્લિનઃ સ્પેને શાનદાર પ્રદર્શન કરતાં યુરો 2024 જીતી લીધો છે. રવિવારે બર્લિનમાં રમાયેલી ફાઇનલમાં સ્પેનમાં ઇંગ્લેન્ડને 2-1ને હરાવ્યું હતું. સ્પેને રેકોર્ડ ચોથી વાર યુરો કપ જીત્યો છે. સ્પેને આ પહેલાં 1964, 2008 અને 2012માં પણ યુરોપિયન ચેમ્પિયનશિપ પોતાને નામે કરી હતી. સ્પેન યુરો કપની સૌથી સફળ ટીમ છે.
સ્પેને આ ટ્રોફી 12 વર્ષ બાદ ફરીથી મેળવી છે. ઇંગ્લેન્ડને સતત બીજી વખત યુરો કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ 2020ની ફાઇનલમાં ઇટાલી સામે હારી ગઈ હતી.
સ્પેન છેલ્લા એક દાયકાથી કોઈ મોટી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શક્યું ન હતું. સ્પેનિશ ટીમે એક પણ મેચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. એટલું જ નહીં, તેણે એક એડિશનમાં સૌથી વધુ ગોલ (14) કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો. ફાઇનલ મેચમાં નિકો વિલિયમ્સ અને મિકેલ ઓયારઝાબેલ વિજયના હીરો રહ્યા હતા.
Olé olé olé 🎶#EURO2024 pic.twitter.com/cDVZpRaMGA
— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024
પ્રથમ હાફ પછી બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી. બીજા હાફની શરૂઆત થતાં જ વિલિયમ્સે શાનદાર ગોલ કરીને સ્પેનને લીડ અપાવી હતી. જોકે ઈંગ્લેન્ડના કોલ પામરે 73મી મિનિટે ગોલ કરી બરાબરી કરી હતી. 13 મિનિટ પછી 86માં ઓયારઝાબાલે ફરીથી સ્પેન માટે ગોલ કર્યો, જે રમતનો ટર્નિંગ પોઇન્ટ હતો.
નિકો વિલિયમ્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્પેનનો મિડફિલ્ડર રોદ્રી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. આ ટુર્નામેન્ટમાં સનસનાટી મચાવનાર 17 વર્ષીય લેમિન યમલને યંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડની ટીમે 1964થી યુરો કપમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ 60 વર્ષમાં તે આજ સુધી આ રમત જીતી શકી નથી. હવે તેણે વધુ રાહ જોવી પડશે. છે. પ્રથમ વર્ષ એટલે કે 1964માં તે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય પણ ન થઈ શકી. ઇંગ્લેન્ડને 1996માં યજમાનીનો મોકો મળ્યો હતો.