વોશિંગ્ટનઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમનાં પત્ની અંજલિ તેંડુલકરે માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. સચિન ક્રિકેટથી નિવૃત્ત થયા પછી સોશિયલ મિડિયા પર ઘણા સક્રિય રહે છે તે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં પણ ઘણા વ્યસ્ત રહે છે. સચિને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બિલ ગેટ્સ સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેમણે ફોટો શેર કરતાં લખ્યું છે કે આપણે બધા જીવન કાળમાં એક વિદ્યાર્થી રહીએ છીએ. આજે બાળકોના શિક્ષણ અને આરોગ્ય સેવા સહિત પરોપકાર પર દ્રષ્ટિકોણ હાંસલ કરવા પર એક શાનદાર શીખવાની તક હતી, જેના પર સચિન તેંડુલકર ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિચારોને શેર કરવા વિશ્વના પડકારોને હલ કરવાનો એક શક્તિશાળી પ્રકાર છે. તમારી આંતરદ્રષ્ટિ માટે @BillGates માટે આભાર.
સચિને એ ગ્રુપનો ભાગ છે, જેણે ગેટ્સની સાથે ચર્ચામાં ભાગ લીધો હતો કે કેવી રીતે પરોપકારી પ્રયાસ સાર્થક ભાગીદારીને પ્રેરિત કરી શકે છે અને વિશ્વ પર નોંધપાત્ર પ્રભાવ નાખી શકે છે. આ બેઠકનું આયોજન બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફાઉન્ડેશન વિવિધ સામાજિક અને આર્થિક મુદ્દા પર કામ કરે છે.
સચિન તેંડુલકર દેશમાં સામાજિક પરોપકારી કાર્યો માટે પણ જાણીતા છે. તેઓ ખાસ કરીને સચિન તેંડુલકર ફાઉન્ડેશનના માધ્યમથી બાળકોના શિક્ષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. આ સંસ્થા નગરપાલિકાની હોસ્પિટલોની સાથે કામ કરે છે, જે બાળકોને સસ્તી કિંમતે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પ્રદાન કરે છે.