નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાથી બહાર રહેલા બેટ્સમેન પૃષ્વી શો ઘરેલુ ક્રિકેટમાં આક્રમક બેટિંગ કરી છે. તેણે આસામની સામે ટ્રિપલ સેન્ચુરી બનાવી છે. પૃથ્વી શોS રણજી ટ્રોફીમાં આસામ સામે વિસ્ફોટક 379 રનની ઇનિંગ રમીને ઈતિહાસ રચ્યો છે. તેએ શાનદાર ઇનિંગ્સમાં 49 ચોક્કા અને ચાર છક્કા પણ માર્યા હતા.
રણજી ટ્રોફીમાં કોઈ પણ ઓપનર દ્વારા આ સર્વોચ્ચ સ્કોર છે. તેણે આ મેચમાં 107 બોલમાં સદી, 235 બોલમાં બેવડી સદી અને 326 બોલમાં ટ્રિપલ સદી ફટકારી હતી. આસામ સામેની રણજી મેચમાં પૃથ્વીએ બુધવારે 383 બોલમાં 379 રન કર્યા હતા. ભારતના ફર્સ્ડ ક્લાસ ક્રિકેટમાં અગાઉ મહારાષ્ટ્ર તરફથી રમતા ભાઉસાહેબ નિંબાલકરે 443 રન કર્યા હતા. ત્યાર બાદ પૃથ્વી શોએ બીજો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર ફટકાર્યો છે.
Prithvi Shaw smashes the second-highest individual score ever in the Ranji Trophy. @PrithviShaw#PrithviShaw pic.twitter.com/bSHLTv5wqV
— 𝐕𝐊18 👑 (@cover_drrive) January 11, 2023
આસામની સામે ટ્રિપલ સદી ફટકારનાર પૃથ્વી કમાલનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રણજી ટ્રોફીમાં ટ્રિપલ સદી, વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી અને સૈયદ મુશ્કતાક અલી ટ્રોફીમાં સદી ફટકારનાર પહેલો ક્રિકેટર બન્યો છે. તેણે રણજીની કેરિયરમાં હાઇસ્કોર બનાવ્યો છે. પૃથ્વીએ છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2021માં રમી હતી.
પૃથ્વી શો સચિન તેંડુલકર બાદ કિશોરાવસ્થામાં ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ક્રિકેટર છે. આ ઉપરાંત પૃથ્વીએ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સંજય માંજરેકરનો 377 રનનો રેકોર્ડ પણ તોડ્યો હતો. મુંબઈ તરફથી રમતા ત્રેવડી સદી ફટકારનાર પૃથ્વી આઠમો બેટ્સમેન રહ્યો હતો. અગાઉ સંજય માંજરેકરે 1990-91માં 377 રનનો રેકોર્ડ કર્યો હતો. પૃથ્વી શો રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી, વિજય હઝારેમાં બેવડી સદી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારનાર સૌપ્રથમ ખેલાડી પણ બન્યો છે.