ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબ જાળવી રાખવાનો મને વિશ્વાસઃ નડાલ

મેલબોર્નઃ ડિફેન્ડિંગ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન રાફેલ નડાલ મેલબોર્નમાં પોતાના ટાઇટલના બચાવ માટે વિશ્વાસ ધરાવે છે. તેણે કહ્યું હતું કે  તે ત્રીજી વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતવા માટે વિશ્વાસ ધરાવે છે. 22 વખત ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન US ઓપન પછી તે માત્ર એક મેચ જીત્યો હતો અને ગયા વર્ષે પેટની ઇજાને કારણે 36 વર્ષીય ટેનિસ ખેલાડી નિક કિર્ગિયોસની સામે સેમી ફાઇનલમાં રિટાયર થયો હતો. હાલ 36 વર્ષની વયે નડાલ કેન રોઝવેલ અને રોજર ફેડરરની સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તેણે સિડની મોર્નિંગ હેરાલ્ડને કહ્યું હતું કે હું છેલ્લા કેટલાક મહિનાથી વધુ ટેનિસ નથી રમી શક્યો અને સિડનીમાં બે મેચ હારી ગયો હતો, પણ હું મારી તૈયારીથી નાખુશ નથી.મારે મેચ જીતવાની જરૂર છે અને મારી તૈયારી પણ સારી ચાલી રહી છે અને હું ઘણી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને મને લાગે છે કે હું સારી સ્થિતિમાં છું તેમ જ મને વિશ્વાસ છે કે જો આ છેલ્લા સપ્લાહમાં હકારાત્મક પ્રેક્ટિસ કરીશ તો ચોક્કસ સારું પરિણામ આવશે, એમ તેણે કહ્યું હતું.

 નડાલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં બે સેટ પાછળ પડ્યા પછી શાનદાર વાપસી કરી હતી અને તેણે ડેનિયલ મેડવેડેવને ફાઇનલમાં 2-6, 6-7, 6-4, 6-4 અને 7-5થી હરાવીને 21મા મોટા અને મેલબોર્નમાં બીજી ટ્રોફી જીતી હતી.