કોલંબોઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને કોરોનાનો ચેપ લાગ્યો છે. આને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે અહીં રમાનાર બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ મોકૂફ રાખવામાં આવી છે. 3-મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.
કૃણાલનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં બાકીના ખેલાડીઓનો કોરોના રિપોર્ટ આવે ત્યાં સુધી બંને ટીમના ખેલાડીઓને આઈસોલેશનમાં રહેવાની ફરજ પાડવામાં આવી છે. હવે જો ભારતીય ટીમના અન્ય ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તો આવતીકાલે આ મેચ રમાડવામાં આવી શકે છે.
